Man Stood On Road For Taking Test Of His Wife's Love
  • Home
  • Featured
  • ‘રૉડવાલા લવ’: પત્નીનાં પ્રેમની પરીક્ષા લેવી પતિને ભારે પડી, જોઇ લો વિડીયો

‘રૉડવાલા લવ’: પત્નીનાં પ્રેમની પરીક્ષા લેવી પતિને ભારે પડી, જોઇ લો વિડીયો

 | 1:07 pm IST

અનુરાગ બાસુની ફિલ્મ ‘બર્ફી’ યાદ છે તમને? આ ફિલ્મમાં રણબીર કપૂર પોતાના પ્રેમની પરીક્ષા અનોખી રીતે લે છે. તે સ્ટ્રીટ લાઇટ હટાવીને પ્રેમની પરીક્ષા લે છે કે જો છોકરી ખસી જાય છે તો તે તેને પ્રેમ નથી કરતી અને જો ના ખસી તો તે તેના પર ભરોસો કરી શકે છે. કંઇક આવા જ અંદાજમાં એક પતિ પોતાની પત્નીનાં પ્રેમની પરીક્ષા લેવા રસ્તા પર ઉતરી આવ્યો હતો.

આ ઘટના ચીનની છે. અહીં પૈન નામનાં એક વ્યક્તિને પોતાની પત્ની ઝો(Zhou)ની પરીક્ષા લેવાનું મન થયું. આ વાતને લઇને બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. પતિ ઘરેથી નીકળીને દારૂ પીવા જાય છે. ડ્રિંક કર્યા બાદ પોતાની પત્નીને ફોન કરે છે. પત્ની આવતાની સાથે આ વાત પર ઉગ્ર ચર્ચા થાય છે. વાત એટલી વધી ગઇ કે નશામાં ચકચૂર પતિ રૉડ પર આવે છે અને ચેક કરે છે કે જો તેની પત્ની તેને ત્યાંથી હટાવી લે છે તો તે તેને પ્રેમ કરે છે અને જો નહીં હટાવે તો તેની પત્ની બેવફા છે.

આ દરમિયાન ઘણી ગાડીઓ પસાર થાય છે, પરંતુ તે વ્યક્તિ ત્યાં જ ઉભો રહે છે. તેની પત્ની ઘણીવાર તેને હટાવવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન એક કાર તેને ટક્કર મારે છે અને ત્યારબાદ તેને હૉસ્પિટલ લઇ જવામાં આવે છે. જ્યાં તેનો જીવ બચી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન