બાયડ: રીસામણે બેઠેલી પત્નિ પરત ન આવતાં પતિએ કર્યં કંઇક આવું - Sandesh
  • Home
  • Gujarat
  • બાયડ: રીસામણે બેઠેલી પત્નિ પરત ન આવતાં પતિએ કર્યં કંઇક આવું

બાયડ: રીસામણે બેઠેલી પત્નિ પરત ન આવતાં પતિએ કર્યં કંઇક આવું

 | 8:13 pm IST

પોશીના તાલુકાના દંત્રાલ(કાળીદેવી)માં રીસામણે બેઠેલી પત્નિને તેડવા જવા છતાં તે પતિગૃહે પરત ન આવતાં શ્રવણભાઈ લેંબાભાઈ ડાભીએ પત્નિ વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી છે. બનાવ અંગે ખેરોજ પોલીસે એડી નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નિના વિયોગમાં પતિએ આયખું ટૂંકાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાલુકાના દંત્રાલમાં શ્રવણભાઈ ડાભીના પત્નિ છેલ્લા કેટલાક સમયથી રીસાઈને પિયર ચાલ્યાં ગયાં હોવાથી પતિએ અનેકવાર તેમને તેડવા માટે ગયા હતા અને છતાં પત્નિ પતિના ઘરે પરત ન આવતાં વ્યથિત પતિને મનમાં લાગી આવ્યું હતું જેમાં તા.૧૧ ના રોજ રીસામણે બેઠેલી પત્નિને પરત લાવવાના પ્રયાસો કરવા છતાં તે પતિના ગૃહે પરત આવતી ન હોવાથી શ્રવણ ડાભીએ પોતાની જાતે જ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે લેબાભાઈ માવાભાઈ ડાભીની ખબરના આધારે ખેરોજ પોલીસે એડી નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નિના વિયોગમાં પતિએ અકાળે આત્મહત્યાથી જીવન લીલા સંકેલી લેતાં પરિવારમાં શોક છવાયો છે.