Man Suicide at Facebook live
  • Home
  • India
  • ફૌજી ન બન્યાંનો વસવસો રહી જતાં યુવકે ફેસબુક પર ‘લાઇવ આપઘાત’ કર્યો

ફૌજી ન બન્યાંનો વસવસો રહી જતાં યુવકે ફેસબુક પર ‘લાઇવ આપઘાત’ કર્યો

 | 7:01 pm IST

યુપીના આગરામાં એક અજીબ ઘટના બની હતી. અહીંના એક યુવકને લશ્કરમાં નોકરી ન મળ્યાનો વસવસો રહી જતાં તેણે આપઘાત કરી લીધો. આપઘાત કરતાં પહેલાં યુવકે ફેસબુક પર લાઇવ વીડિયો કર્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેના લાઇવ આપઘાતને બે હજાર કરતાં પણ વધારે લોકો જોઈ રહ્યાં હતા તેમ છતાં પણ કોઈકે તેને આપઘાત કરતાં ન અટકાવ્યો કે નતો પોલીસને ફોન કર્યો. આપઘાત કરનાર યુવકનું નામ મુન્ના કુમાર હતું.

મુન્નાએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે લશ્કરમાં ભરતી થવા માગતો હતો પરંતુ તેની આ ઇચ્છા પાર ન પડતાં તેણે અંતિમ પગલું ભર્યું. બુધવારની સવારે મુન્ના કુમારે ફેસબુક પર ૧.૯ મિનિટનો એક વીડિયો અપલોડ કર્યો હતો તેમાં તેણે આપઘાત કરવા બદલ માફી માગી હતી. આ વીડિયોને ૨,૭૫૦ લોકોએ લાઇવ જોયો હતો.

મુન્નાએ આપઘાત કરતાં રહેલા સ્યૂસાઇડ નોટ પણ મૂકી હતી. તેમાં તેણે લખ્યું કે મારા આપઘાત માટે હું ખુદ જવાબદાર છું. હું ભારતીય સેનામાં ભરતી થઈને દેશસેવા કરવા માગતો હતો પરંતુ પાંચ વાર લશ્કરની પરીક્ષામાં નાપાસ થયો હતો. મેં મારા માતાપિતાને નિરાશ કર્યાં છે તેથી દુઃખી થઈને આ પગલું ભરી રહ્યો છું તેને માટે મારા સિવાય કોઈ જવાબદાર નથી.