Man threat To PI In Meghaninagar Police Station
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘બહાર નીકળ, તારો ખેલ ખતમ..’ પોલીસ સ્ટેશનમાં ઘૂસી PIને ધમકી

‘બહાર નીકળ, તારો ખેલ ખતમ..’ પોલીસ સ્ટેશનમાં ઘૂસી PIને ધમકી

 | 11:29 pm IST
  • Share

  • તમે મારી બહેનને સાસરે કેમ નથી મોકલતા?
  • ચેમ્બરમાં ઘૂસીને PI ચૌહાણની છાતીમાં મુક્કો માર્યો

 

 

‘તમે પોલીસવાળા મારી બહેનને કેમ સાસરે નથી મોકલતા?’ એમ કહીને એક યુવકે મેઘાણીનગરના પોલીસ ઈન્સ્પેકેટરને તેમની જ ચેમ્બરમાં ઘૂસીને માર માર્યો હતો. આટલું જ નહીં, અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા PIએ ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવા નરોડા વિસ્તારમાં રહેતા રાહુલ ચંદ્રાકરે ગત સપ્ટેમ્બર મહિનામાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની નાની બહેન સાસરે જતી નથી. જો કે બાદમાં રાહુલે પોતાની અરજી દફ્તરે કરાવી દીધી હતી, પરંતુ સોમવારે રાહુલ ફરીથી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈને મળવા પહોંચ્યો હતો.

જ્યાં રાહુલે PI ચૌહાણની કેબિનમાં ઘૂસીને તમે પોલીસ વાળા મારી બહેનને સાસરે કેમ નથી મોકલતા? કહીને PIની છાતીમાં મુક્કો માર્યો હતો. જો કે બૂમાબૂમ થતાં અન્ય સ્ટાફ PIની ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને બન્નેને છૂટા પાડ્યા હતા.

બીજી તરફ આરોપીને પોલીસે પકડી પાડતા તેણે PIની ફેંટ પકડીને ધમકી આપી હતી કે, હું તને જીવતો નહીં છોડુ અને બહાર નીકળ્યો, તો તારો ખેલ ખતમ કરી નાંખીશ. હાલ આ સમગ્ર મામલે PIની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો