man throws bike breaks down after being fined for not wearing helmet
  • Home
  • Featured
  • નવા નિયમોના ઉત્પાતનો વીડિયો: 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો, શખ્સે બાઈકનો ઘા કરીને તોડી નાખી!

નવા નિયમોના ઉત્પાતનો વીડિયો: 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો, શખ્સે બાઈકનો ઘા કરીને તોડી નાખી!

 | 11:27 am IST

ઉત્તર પ્રદેશના મેરઠમાં બાઇક ચલાવનારને હેલ્મેટ ન પહેરવા બદલ તેનું ચલણ કાપવામાં આવ્યું હતું. દંડ ભરવાની વાતથી હેરાન થઈને બાઇક ચાલક બાઈક પર તૂટી પડ્યો અને તેણે પોતાની બાઇકને રસ્તા પર જેમતેમ ફેંકી દીધી. તે પછી વ્યક્તિ તેની બાઇક પર બેઠો અને રડવા લાગ્યો. તે આંસુ સારતો રહ્યો અને લોકો જોતા રહ્યાં.

આ ઘટનાની એક વીડિયો ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ટ્રાફિક પોલીસ ગભરાયેલા શખ્સને આશ્વાસન આપવા માટે પ્રયાસ કરતી જોઇ શકાય છે. 43 સેકન્ડની આ ક્લિપ ટ્વિટર પર જોરદાર વાયરલ થઈ રહી છે.

મોટર વ્હીકલ્સ (સુધારા) અધિનિયમ 2019ના નવા નિયમો મુજબ, હેલ્મેટ વિના વાહન ચલાવવું એના પર 1000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સને પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન