man uses jcb to scratch his back watch funny video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાકાએ પણ ભારે કરી: પીઠ ખંજવાળવા માટે JCBનો ઉપયોગ કર્યો, વીડિયો જોઈ લોકો ખડખડાટ હસ્યાં!

કાકાએ પણ ભારે કરી: પીઠ ખંજવાળવા માટે JCBનો ઉપયોગ કર્યો, વીડિયો જોઈ લોકો ખડખડાટ હસ્યાં!

 | 5:56 pm IST
  • Share

આપણે ત્યાં એક વાક્ય પ્રચલિત છે કે જો હાથમાં ખંજવાળ આવે પૈસા મળે છે. પરંતુ જ્યારે પીઠ પર ખંજવાળ આવે તો બસ એક જ આશા હોય કે કોઈ ખંજવાળવામાં મદદ કરે. કારણ કે તમારા જ હાથથી પીઠને ખંજવાળી એ એક પડકારજનક કામ છે. જો કે હવે તો બજારમાં ખંજવાળનાં આકર્ષક સાધનો પણ ઉપલબ્ધ છે.

પરંતુ એક બહાદુર કાકાએ જેસીબી મશીન વડે તેની પીઠ ખંજવાળી અને વિશ્વને કહ્યું કે ભારતીયો માત્ર જુગાડી જ નહીં પણ કેટલાક તુફાની કરનારા લોકો પણ છે! ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ફેસબુક પેજ ABDUL NASAR દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકા કપડાંની મદદથી તેની પીઠને ખંજવાળી રહ્યા છે. અચાનક તે નજીકમાં ઉભેલી જેસીબી મશીન પાસે જાય છે. મશીન ચલાવતા માણસને તે ઈશારો કરે છે અને પછી મશીનવાળો પણ જેસીબીથી કાકાની પીઠ ખંજવાળી આપે છે. હવે આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ આ વીડિયોની ભારે મજા લીધી છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન