Man Uses Shipping Containers To Build His 2,500 Square Foot Home
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અદ્ભુત ટેલેન્ટ! કન્ટેનરમાંથી બનાવ્યું 3 માળનું મકાન, વાવાઝોડું પણ કંઈ ન ઉકાળી શકે

PHOTOS: અદ્ભુત ટેલેન્ટ! કન્ટેનરમાંથી બનાવ્યું 3 માળનું મકાન, વાવાઝોડું પણ કંઈ ન ઉકાળી શકે

 | 10:04 am IST

તમે ઈંટ અને સિમેન્ટનું ઘર તો જોયું હશે. પરંતુ ક્યારેય લોખંડના કન્ટેનરથી ઘર બનતું જોયું છે? પરંતુ એવુ ઘર પણ છે. ટેક્સાસના હ્યુસટન શહેરમાં રહેનાર એક શખ્સે શિપિંગ કન્ટેનરોથી પોતાનું સપનાનું ઘર બનાવ્યું છે. આ ઘર લોખંડના મોટા મોટા બોક્સ જેવું દેખાય છે, પરંતુ ઘરની અંદર તમામ સુવિધા છે.

આ ઘરના માલિકનું નામ છે વિલ બ્રિઓક્સ. તેણે હ્યુસટન શહેરના મૈકગોવન સ્ટ્રીટ પર 11 શિપિંગ કન્ટેનરોથી 3 માળનું એક ઘર બનાવ્યું છે. ખાસ વાત તો એ છે કે 2500 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવેલા આ ઘરમાં આગ, તૂફાન તે પછી પાણીની કોઈ જ અસર નથી થતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વિલે વર્ષ 2000માં આ પ્રકારનું એક અનોખુ ઘર બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ એમાં તેને ઘણો સમય લાગ્યો. કોઈ ડિઝાઈનર ન મળતા 2011માં તેણે ખુદે જ ઘર બનાવવાનો નિર્ણય કર્યો. તેણે પહેલા એક થ્રીડી કેચ તૈયાર કર્યો અને પછી ઘર બનાવવાનું શરૂ કર્યુ અને જોતજોતામાં ઘર તૈયાર થઈ ગયું. તો જુઓ આ ઘરના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન