man vs wild pm narendra modi adventure with bear grylls
  • Home
  • Entertainment
  • Bollywood
  • બેયરે કહ્યું ‘મોદીજી વાઘ આવે તો મારી નાખજો’, મોદીનાં જવાબે કરોડો લોકોના દિલ જીતી લીધા

બેયરે કહ્યું ‘મોદીજી વાઘ આવે તો મારી નાખજો’, મોદીનાં જવાબે કરોડો લોકોના દિલ જીતી લીધા

 | 2:24 pm IST

ડિસ્કવરી ચેનલે 12 ઓગસ્ટે પ્રસારિત થવા જઈ રહેલા મેન વર્સિસ વાઈલ્ડનાં સ્પેશિયલ એપિસોડનો એક પ્રોમો રિલીઝ કર્યો છે. આ શોમાં બેયર ગ્રિલ્સ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગલમાં જોવા મળવાનાં છે. શોનો આ એપિસોડ નોર્દન ઈન્ડિયાનાં હિમાલયન ફુટહિલ્સમાં શુટ કરવામાં આવ્યો છે. આ જંગલોમાં સિંહ, વાઘ, હાથી, મગરમચ્છ અને સાંપ જેવો જીવો જોવા મળતા હોય છે. આ વચ્ચે મોદીના આ ખાસ એપિસોડની દુનિયાભરનાં લોકો રાહ જોઈ રહ્યાં છે.

પ્રોમોમાં બેયર કહે છે કે હું એક એપિસોડનું શુટિંગ કરવા ભારત આવ્યો છું. બેયર એવું કહેતા પણ જોવા મળે છે કે મોદી ભલે દુનિયાના સૌથી મોટી ડેમોક્રેસીના લીડર હોય પરંતુ અહીં માત્ર જંગલનું રાજ ચાલે છે.

મોદીને ભાલો આપતા બેયર કહે છે કે જો કોઈ વાઘ તમારી તરફ આવે તો તેને આ ભાલાથી મારી નાખજો. જો કે મોદીએ જવાબ આપતા કહ્યું કે એ મારા સંસ્કાર નથી. મારા સંસ્કાર મને મારવાની પરમિશન નથી આપતાં. આ જવાબ પર બેયર ભાલો પાછો માગે છે. તો મોદી કહે છે કે હું એને મારી પાસે જ રાખીશ.

આ શો દરમિયાન પીએમ મોદી પર્યાવરણ પર પણ વાતો કરશે. આ એપિસોડ દુનિયાનાં ઘણા દેશોમાં બતાવવામાં આવશે. આને 8 ભારતીય ભાષામાં પ્રસારિત કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: આટલા વરસાદ વચ્ચે ફરીથી કરવામાં આવી ભારે વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન