man who appeared in front of a Pakistani reporter on live TV, grabbed his neck Jerking
  • Home
  • Featured
  • લાઇવ ટીવી પર પાકિસ્તાની રિપોર્ટર સામે આવી ગયો શખ્સ, ગરદન પકડીને ધસેડી મૂક્યો

લાઇવ ટીવી પર પાકિસ્તાની રિપોર્ટર સામે આવી ગયો શખ્સ, ગરદન પકડીને ધસેડી મૂક્યો

 | 11:56 am IST

થોડાક વર્ષ પહેલા પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબ ખૂબ ચર્ચામાં હતા. ઇદ પર તેમણે રેલવે સ્ટેશન પર લાઇવ રિપોર્ટિંગ કર્યું હતું અને કેમેરાની સામે લોકો આવવા પર ખૂબ પરેશાન થઇ ગયા હતા. તેમનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા પાકિસ્તાની રિપોર્ટર એક શખ્સ સામે આવવાથી પરેશાન થઇ ગયો અને તેને તેની ગરદન પકડીને ધક્કો માર્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકો છો કે પાકિસ્તાની પત્રકાર કેમેરાની સામે લાઇવ રિપોર્ટિંગ કરે છે ત્યારે ફ્રેમની સામે એક વ્યક્તિ આવીને ઉભો રહી જાય છે જે બાદ તે ગુસ્સામાં તેની ગરદન પકડે છે અને ધક્કો મારે છે. પત્રકાર ગુસ્સામાં શખ્સને સામે ન આવવાની ચેતાવણી પણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન