Man who controversial comment on Jofra Archer banned for two years
  • Home
  • Sports
  • Cricket
  • IPLના ખેલાડી પર જાતીય ટિપ્પણી કરનારને મળી મસમોટી સજા, બે વર્ષ સુધી નહીં કરે આ કામ

IPLના ખેલાડી પર જાતીય ટિપ્પણી કરનારને મળી મસમોટી સજા, બે વર્ષ સુધી નહીં કરે આ કામ

 | 12:38 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર પર એક ટેસ્ટ દરમિયાન જાતીય ટિપ્પણી કરનાર શખ્સ પર ન્યુઝીલેન્ડમાં ઘરેલુ અને ઇન્ટરનેશનલ મેચો પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવેમ્બરમાં રમાયેલ એક ટેસ્ટ મેચના અંતિમ દિવસે એક વ્યક્તિએ આર્ચર પર જાતીય ટિપ્પણી કરી હતી. પોલીસે ઓકલેન્ડના રહેવાસી 28 વર્ષના એ વ્યક્તિની ધરપકડ કરી છે જેને આ ટિપ્પણી કરી હતી.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ કહ્યું કે આ વ્યક્તિ પ્રતિબંધના કારણે હવે 2022 સુધી ન્યુઝીલેન્ડમાં કોઈ ઘરેલું અને ઇન્ટરનેશનલ મેચ જોઈ શકશે નહીં. જો તે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમને જોફ્રા અને ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટથી આ ઘટના અંગે માફી પણ માંગી હતી.

આપને જણાવી દઈએ કે 24 વર્ષનો ઇંગ્લિશ બોલર જોફ્રા આર્ચર અને સેમ કુરેન ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન રન રઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની. આર્ચરે મેચ સમાપ્ત થયા પછી સોશિલય મીડિયા ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી લખ્યું હતું કે,‘પોતાની ટીમ માટે રમતા સમયે જાતીય ટિપ્પણી સાંભળી આજે મને થોડી તકલીફ થઈ.’

આ વીડિયો પણ જુઓ: મહિસાગરના લુણાવાડામાં પતંગની દોરીથી 2ને ઈજા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન