Man Who Studyied In NIT Warangal Gave 1 Cr Fund To Institute
  • Home
  • Featured
  • જે સંસ્થામાંથી લીધું હતુ શિક્ષણ, ત્યાં આવીને આ ભારતીયે આપ્યું મોટું દાન

જે સંસ્થામાંથી લીધું હતુ શિક્ષણ, ત્યાં આવીને આ ભારતીયે આપ્યું મોટું દાન

 | 11:03 pm IST

દુબઈમાં રહેનારા ભારતીય બિઝનેસમેને પોતાની પૂર્વ શિક્ષણ સંસ્થા એનઆઈટી વારંગલને 140,756 ડૉલર (લગભગ 1 કરોડ રૂપિયા)નું દાન આપ્યું છે, જેથી અત્યાધુનિક ઇનોવેશન અને ઇનક્યૂબેશન સેન્ટર સ્થાપિત કરવામાં મદદ મળી શકે. ગલ્ફ ન્યૂઝનાં અનુસાર જેમિની ગ્રુપનાં સંસ્થાપક અને અધ્યક્ષ સુધાકર આર. રાવે તાજેતરમાં જ એનઆઈટી વારંગલનાં ડાયમંડ જુબલી સમારંભમાં આ દાન આપ્યું હતુ.

તમિલનાડુનાં મૂળ નિવાસી રાવ સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે 1977-82ની બેન્ચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પોતાની ડિગ્રી મેળવી હતી. ગલ્ફ ન્યૂઝને રાવે કહ્યું કે, “નવા વિચાર, ટેકનોલોજી અને બદલાવ આજની દુનિયામાં પ્રત્યેક નવો વ્યવસાય ઉભો કરવાના મૂળમાં જરૂરી છે. મને વિશ્વાસ છે કે નવા વિચાર અને ટેકનોલોજી જાણકારીઓનાં મામલે એનઆઈટી વારંગલમાં ઘણી પ્રતિભાઓ અને કૌશલ છે. પડકાર પાર કરવા, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને હલ કરવા માટે આ ક્ષમતાને ઉપયોગમાં લાવવાની છે.”

તેમણે કહ્યું કે, “આ નવા વિચાર અને ઇન્ક્યૂબેશન સેન્ટર સ્થાપિત કરવાના તેમના યોગદાનની સાથે પ્રત્યેક વિદ્યાર્થીથી પોતાના સપનાઓ સાકાર કરવા અને સમાજ પર એક સ્થાયી પ્રભાવ પેદા કરવા માટે અનોખી સુવિધા અને ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવાનો આગ્રહ કરું છું.”

આ વિડીયો પણ જુઓ: મહારાષ્ટ્રના જલગાંવથી PM મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન