Man Who Went to Take Selfie With Taimur Got This Reply from nanny
  • Home
  • Entertainment
  • Bollywood
  • તૈમુર સાથે સેલ્ફી લેવા ગયેલા યુવકને મળી ફટકાર, જુઓ આ મજેદાર વિડીયો

તૈમુર સાથે સેલ્ફી લેવા ગયેલા યુવકને મળી ફટકાર, જુઓ આ મજેદાર વિડીયો

 | 6:25 pm IST

તૈમુર અલી ખાન અત્યારે ફક્ત દોઢ વર્ષનો જ છે, પરંતુ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જેવા મોટા સ્ટાર્સનો દીકરો હોવાના કારણે તેની લોકપ્રિયતા પણ કોઇ સ્ટાર્સથી ઓછી નથી. સ્ટાર કિડ્સમાં તે સૌથી પૉપ્યુલર છે અને તે હંમેશા ડિમાન્ડમાં પણ રહે છે. તૈમુર સાથે જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

તૈમુરનો લેટેસ્ટ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાની નેનીનાં ખોળામાં છે. આ વિડીયોમાં સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પણ દીકરી ઇનાયા સાથે જોવા મળી રહી છે. વિડીયોમાં કેમેરામેન તૈમુર…તૈમુરની બૂમો પાડી રહ્યો છે અને તૈમુર હસી રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ તૈમુર સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે તો નેની તેનો ઉધડો લઇ લે છે. આ દરમિયાન સોહા અલી ખાન ઇનાયા સાથે ત્યાં આવી પહોંચે છે.

His cute smile #taimuralikhan ❤️❤️❤️ #innayakhemu @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તૈમુર અલી ખાનનાં વિડીયો અવાર-નવાર વાયરલ થતા રહે છે. તો બીજી તરફ તેના પિતા સૈફ અલી ખાને પણ ‘સેક્રેડ ગેમ્સ’ દ્વારા એકવાર ફરી પોતાના ફેન્સને પોતાના અભિનયથી ખુશ કરી દીધા છે.