Manali Rajwadi From Narmada Die Due To kankaria Ride Incident
  • Home
  • Ahmedabad
  • કાંકરિયાની એડવેન્ચર રાઇડ્સમાં મનાલી રજવાડીનું મોત, 5 દિવસ પહેલા જ થયા હતા છૂટાછેડા

કાંકરિયાની એડવેન્ચર રાઇડ્સમાં મનાલી રજવાડીનું મોત, 5 દિવસ પહેલા જ થયા હતા છૂટાછેડા

 | 1:33 pm IST

રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઇડ તૂટી પડી અને બે સહેલાણીઓના મોત થયા તેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનામાં જે બે લોકોનું મોત થયું છે. જેમાં એક યુવતી અને એક યુવકનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં અમદાવાદના 22 વર્ષિયી યુવક દાણીલીમડામાં રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. જ્યારે નર્મદાના તારોપાની મનાલી રજવાડીનું મોત થયું છે. કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં પોતાની વ્હાલસોઇ દિકરી ગુમાવ્યા બાદ મૃતક મનાલીના પિતાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તપાસમાં કોઈપણ પ્રકારનું દબાણ લાવવામાં આવશે તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં જે યુવતી મોતને ભેટ્યા છે તેના વિશે વાત કરીએ તો, તેનું નામ મનાલી રજવાડી છે અને તે નર્મદાના તારોપાની વતની છે. મનાલી રજવાડીના લગ્ન થઇ ગયા હતું. પરંતુ કોઇ કારણસર તેના પાંચ દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે આઘાતમાંથી બહાર નીકળવા માટે તે પોતાના પિયરથી અમદાવાદ ફરવા આવી હતી. પરંતુ તેને ખબર નહોતી કે જે રાઇડ્સમાં બેસવા તે જાય છે, તે તેના માટે જિંદગીની છેલ્લી રાઇડ્સ બની જશે.

આ સિવાય એડવેન્ચર પાર્કમાં જીવ ગુમાવેલા મહમદ ઝૈદ આર મોમીનનો પરિવાર દાણીલીમાડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો.

22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીન જ્યારે રાઇડ્સમાં બેઠો ત્યારે તેને ખબર નહોતી કે તે દુનિયાની અને જીવનની છેલ્લી રાઇડ્સમાં બેસવા જઇ રહ્યો છે. રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. આમ મામીન પરિવારનો એકના એક કુળદિપક બુજાઓ હતો. પરિવારના એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન