માન્ચેસ્ટર સિટીને હરાવી મોનાકો ક્વાર્ટર ફાઇનલમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • માન્ચેસ્ટર સિટીને હરાવી મોનાકો ક્વાર્ટર ફાઇનલમાં

માન્ચેસ્ટર સિટીને હરાવી મોનાકો ક્વાર્ટર ફાઇનલમાં

 | 1:12 am IST

મોનાકો, તા. ૧૬

ફૂટબોલ ચેમ્પિયન્સ લીગની ફર્સ્ટ લેગમાં પાંચ ગોલ નોંધાવવા છતાં સેકન્ડ લેગમાં મોનાકો સામે ૧-૩થી પરાજય થતાં માન્ચેસ્ટર સિટી બહાર થઈ ગઈ છે. માન્ચેસ્ટર સિટીએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગત તા. ૨૨મી ફેબ્રુઆરીએ મોનાકોને ૫-૩થી પરાજય આપ્યો હતો. આથી મોનાકોને બે ગોલના અંતરથી માન્ચેસ્ટર સામે જીત મેળવવાની હતી અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર મોનાકોએ સેકન્ડ લેગ મેચમાં ૩-૧થી માન્ચેસ્ટર સિટીને હરાવ્યું હતું. આમ, બંને લેગ મળીને કુલ ૬-૬ ગોલ થયા હતા પરંતુ મોનાકોએ માન્ચેસ્ટરના મેદાન પર ત્રણ ગોલ ફટકાર્યા હતા જેનો ફાયદો થયો હતો અને ટીમ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી હતી. મોનાકો તરફથી આ મેચમાં એમ્બાપેએ આઠમી મિનિટે, ફેબિન્હોએ ૨૯મી મિનિટે અને બકાયોકોએ ૭૭મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે માન્ચેસ્ટર સિટી તરફથી શેને ૭૧મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. માન્ચેસ્ટર સિટી બહાર થઈ જતાં હવે ઇંગ્લિશ ટીમમાં એક માત્ર પ્રીમિયર લીગ ચેમ્પિયન લેસ્ટર સિટી અંતિમ આઠમાં રહી છે.

પેપ ર્ગાિડયોલાએ આ પહેલાં બાર્સેલોનાના મેનેજર હતા ત્યારે બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી પરંતુ ર્ગાિડયોલાની કારકિર્દીમાં પ્રથમ વખત તેમની ટીમ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી.

એટલેટિકો અંતિમ આઠમાં 

ચેમ્પિયન્સ લીગનો અન્ય એક મુકાબલો એટલેટિકો મેડ્રિડ અને બેયર લિવરકુસેન વચ્ચે યોજાયો હતો જે ૦-૦થી ડ્રો રહ્યો હતો પરંતુ ફર્સ્ટ લેગમાં એટલેટિકો મેડ્રિડે બેયર લિવરકુસેનને ૪-૨થી પરાજય આપ્યો હતો જેને કારણે એટલેટિકો મેડ્રિડે કુલ ૪-૨થી વિજય મેળવી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. ચેમ્પિયન્સ લીગમાં એટલેટિકો મેડ્રિડ અને મોનાકો ઉપરાંત ગત ચેમ્પિયન રિયલ મેડ્રિડ, બાર્સેલોના, જુવેન્ટસ, લેસ્ટર સિટી, બાયર્ન મ્યુનિખ અને ડોર્ટમન્ડની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલ માટે આજે ડ્રો થશે.