Manchester City Football Players Parth with 22 Models in Hotel
  • Home
  • Featured
  • ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જીત બાદ 22 મોડલ્સ બોલાવીને હોટલમાં પાર્ટી કરી, PHOTOS જાહેર

ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જીત બાદ 22 મોડલ્સ બોલાવીને હોટલમાં પાર્ટી કરી, PHOTOS જાહેર

 | 7:30 pm IST

ઈંગ્લેન્ડની ટીમે શાનદાર જીત બાદ હોટલમાં પાર્ટી કરી હતી. ખેલાડીઓએ અધધ 22 મોડલ્સ સાથે પાર્ટી કરી હતી અને ચિક્કાર ડાંસ કર્યો હતો. પાર્ટી બાદ આ ખેલાડીઓએ લક્ઝરી હોટલ અને સ્પામાં સમય પણ પસાર કર્યો હતો. ખુદ મોડલોએ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતા રમત-જગતમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ માંચેસ્ટર સિટીના ખેલાડીઓએ શાનદાર જીત બાદ આ પાર્ટી કરી હતી. 22 ઈન્સ્ટાગ્રામ મોડલો સાથે હોટલમાં આ પાર્ટી કરવામાં આવી હતી. ઈટાલીની અનેક મોડલોએ પાર્ટીના ફોટા સોશિય મીડિયા પર શેર કરતા આ ભાંડો ફૂટ્યો હતો.

માંચેસ્ટર સિટીની ટીમે એસ્ટન વિલાને 6-1થી પરાજય આપ્યો હતો. ત્યાર બાદ રવિવારે ખેલાડીઓએ ક્નૂટ્સફોર્ડના મેર ગોલ્ફ રિસોર્ટમાં પાર્ટી કરી હતી. માનવામાં આવે છે કે, ટીમના મેનેજર પેપ ગૌરડિઓલાએ પાર્ટીની મંજુરી આપી હતી પરંતુ તેમને આ પાર્ટીમાં મોડલ્સ આવવાની જાણકારી નહોતી. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેલાડીઓ માટે મોડી રાત્રે આયોજીત કરવામાં આવેલી આ પાર્ટી ક્રિસમસ પાર્ટી હતી. આ પાર્ટી માટે મહિનાઓ અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં મહિલા મોડલ્સને પણ બોલાવી હોવાની જાણ થતા ખેલાડીઓના પાર્ટનર્સને પણ આંચકો લાગ્યો હતો.

પાર્ટીમાં ભાગ લેનારી મોડલ્સ મેચ જોવા માટે પણ શહેરમાં હાજર હતી. જ્યારે પાર્ટીના બીજા દિવસે પણ ઘણી મોડલ્સ શહેરમાં જ રોકાઈ હતી. અનેક મોડલ્સે તો ફૂટબોલ પ્લેયરની પાર્ટીમાં દારૂની બોટલ ખોલતા ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. માત્ર પાર્ટી જ નહીં પણ ખેલાડીઓએ મોર્ડલ્સ સાથે હોટલ અને સ્પામાં સમય પણ પસાર કર્યો હતો.

પાર્ટીમાં શામેલ થનારી આ તમામ મોડલ્સ ઈટાલીની હતી. આ ઘટનાને લઈને ઈટાલીની એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે ખેલાડીઓને મનોરંજન પુરૂ પાડવા માટે આ મોડલ્સને બોલાવવામાં આવી હતી. જોકે માંચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ તરફથી આ મામલે કોઈ જ નિવેદન આવ્યું નથી પરંતુ ક્લબના એક સૂત્રએ આ ઘટનાનો ઈનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન