Manchester United and Chelsea enter the knockout stages of the Champions League
  • Home
  • Featured
  • માન્ચેસ્ટર યુનાઇટેડ અને ચેલ્સી ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ તબક્કામાં પ્રવેશી

માન્ચેસ્ટર યુનાઇટેડ અને ચેલ્સી ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ તબક્કામાં પ્રવેશી

 | 6:50 am IST
  • Share

  • રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગમાં 140મો ગોલ નોંધાવ્યો, બાર્સેલોનાની મેચ ડ્રો 

  • યુનાઇટેડે પોતાના ગ્રૂપ-એફમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ખ્યાતિ મુજબનું પ્રદર્શન કરીને શાનદાર ગોલ નોંધાવ્યો હતો જેના કારણે માન્ચેસ્ટર યુનાઇટેડે વિલારિયલને 2-0થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. જોકે બાર્સેલોનાએ અંતિમ-16માં સ્થાન મેળવવા માટે હજુ રાહ જોવી પડશે. બેનફિકા સામેનો તેનો મુકાબલો 0-0થી ડ્રો રહ્યો હતો. રોનાલ્ડોએ 78મી મિનિટે ગોલ કરીને યુનાઇટેડને લીડ અપાવી હતી. જાદોન સાંચોએ 90મી મિનિટે ટીમ માટે બીજો ગોલ નોંધાવ્યો હતો. આ સાથે યુનાઇટેડે પોતાના ગ્રૂપ-એફમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

રોનાલ્ડોએ ગ્રૂપની તમામ પાંચેય મેચમાં ગોલ નોંધાવ્યા છે અને ચેમ્પિયન્સ લીગમાં તેના ગોલની કુલ સંખ્યા 140 સુધી પહોંચી છે જે એક રેકોર્ડ છે. ઇંગ્લેન્ડની અન્ય એક ટીમ ચેલ્સીએ પણ જુવેન્ટ્સને 4-0થી હરાવીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. જુવેન્ટ્સ નોકઆઉટ માટે અગાઉથી ક્વોલિફાય થઇ ચૂક્યું છે પરંતુ તેને ચેમ્પિયન્સ લીગમાં સૌથી મોટા માર્જિનથી પરાજયનો સામનો કરવો પડયો છે.

ગ્રૂપ-જીમાં લીલીએ સાલ્સબર્ગ સામે 1-0થી તથા સેવિલાએ વુલ્ફ્સબર્ગ સામે 2-0થી વિજય હાંસલ કર્યો હોવાથી તમામ ચારેય ટીમ નોકઆઉટ માટેની રેસમાં જીવંત છે. બાર્સેલોનાએ છેલ્લી મેચમાં બાયર્ન મ્યૂનિચને હરાવવી પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો