Mandavi Beach Festival will Organize Every Year, Annoucement By CM
  • Home
  • Featured
  • CM રૂપાણીની જાહેરાત, હવે કચ્છ ફેસ્ટિવલની જેમ દર વર્ષે માંડવીમાં યોજાશે બીચ ફેસ્ટિવલ

CM રૂપાણીની જાહેરાત, હવે કચ્છ ફેસ્ટિવલની જેમ દર વર્ષે માંડવીમાં યોજાશે બીચ ફેસ્ટિવલ

 | 9:00 am IST

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કચ્છનાં માંડવી બીચ ફેસ્ટિવલનો અને ટેન્ટસિટીનો પ્રારંભ કરાવતા જાહેર કર્યું હતંુ કે, હવે પ્રતિવર્ષ ધોરડોનાં રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટસિટી સાથે બીચ ફેસ્ટિવલ યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યંુ હતંુ કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઈટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઈટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટૂરિઝમ એટ્રેકશન બનાવવો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષનાં બજેટમાં કચ્છનાં ધોળાવીરાનો આઈકોનિક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી કચ્છનાં ટૂરિઝમ સેક્ટરને નવંુ બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટૂરિઝમ ર્સિકટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિનાં સર્વગ્રાહીનાં વિકાસથી રોજગારી અને આર્િથક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી. તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મ્યુઝિયમના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિજય રૃપાણીએ કચ્છડો બારે માસ, એ પરંપરાગત ઉક્તિનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રણોત્સવ અને આ માંડવી ટેન્ટસિટી બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું વાયબ્રન્ટ બનશે.

પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયા કિનારે તો૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સફેદ રણની મુલાકાત લેતા પ્રવાસીઓ હવેથી કચ્છનાં દરિયા કિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે ૫૫ ટેન્ટ સાથેનાં ટેન્ટસિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગત વર્ષનાં આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે.

માંડવી બીચની ગયા વર્ષે ૨ લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. માંડવી ખાતે બીચ ફેસ્ટિવેલનો પ્રારંભ કરાવવાનાં સમારોહમાં રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, વાસણભાઈ આહીર,ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, માંડવીનાં પ્રથમ નાગરિક મેહુલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન સેંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ સંગાર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે, કલેક્ટર પ્રવીણા ડી.કે., આઈજી સુભાષ ત્રિવેદી, એસ.પી. સૌરભ તોલંબિયા, પરિક્ષીતા રાઠોડ સહિતનાં તાલુકાનાં અને જિલ્લાનાં અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ કેમ છો ટ્રંપમાં મોટેરામાં રેકોર્ડ કરનારા ક્રિકેટરો રહેશે હાજર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન