મનદીપ કૌરે ન્યૂઝીલેન્ડમાં વધાર્યું દેશનું માન, બન્યા ભારતીય મૂળની પહેલી મહિલા પોલીસ અધિકારી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મનદીપ કૌરે ન્યૂઝીલેન્ડમાં વધાર્યું દેશનું માન, બન્યા ભારતીય મૂળની પહેલી મહિલા પોલીસ અધિકારી

મનદીપ કૌરે ન્યૂઝીલેન્ડમાં વધાર્યું દેશનું માન, બન્યા ભારતીય મૂળની પહેલી મહિલા પોલીસ અધિકારી

 | 11:25 pm IST
  • Share

ભારતીય મૂળની મનદીપ કૌરે પોતાના કામથી ન્યુઝીલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું છે. ન્યુઝીલેન્ડ પોલીસમાં સિનિયર સાર્જન્ટના પદ પર પહોંચનારી તે ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. માર્ચ 2021માં વેલિંગ્ટનમાં એક સમારોહમાં પોલીસ કમિશનર એન્ડ્રીયા કોસ્ટર દ્વારા બેજ પહેરીને તેમને સિનિયર સાર્જન્ટ પદ આપવામાં આવ્યું. હવે વધેલા દરજ્જાની સાથે તેમની રાજધાની વેલિંગ્ટન સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

મનદીપની પોલીસ કારકિર્દી 17 વર્ષ પહેલા 2004માં શરૂ થઈ હતી. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ જોયું નથી. તેથી જ આજે તે ઘણા ભારતીયો માટે પ્રેરણારૂપ છે. લોકો આજે તેને રોલ મોડલ તરીકે જુએ છે. સાર્જન્ટનું પદ મળતા પહેલા મનદીપ કૌરે વેટમાટાના હેન્ડરસન પોલીસ સ્ટેશનમાં એથનિક પીપલ્સ કમ્યુનિટી રિલેશન ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવી હતી. મનદીપ પ્રવાસી તરીકે પંજાબથી ન્યુઝીલેન્ડ પહોંચી હતી. નાનપણથી જ તેને પોલીસ અધિકારી બનવાનું સપનું હતું. જો કે આ માટે તેને ઘણાં સામાજિક બંધનો તોડવા પડ્યા.

તે એક રૂઢીચુસ્ત પરિવારની છે, તેથી તેને પોતાની આ સફરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ન્યુઝીલેન્ડ જતા પહેલા મનદીપ ઑસ્ટ્રેલિયામાં થોડો સમય રહી હતી. 26 વર્ષની ઉંમરે ન્યુઝીલેન્ડ પહોંચેલી મનદીપે ટેક્સી ડ્રાઇવર તરીકે પણ થોડોક સમય કામ કરવું પડ્યું હતું. પરંતુ તે પછી તરત જ તે ન્યુઝીલેન્ડ પોલીસમાં સામેલ થઈ ગઈ, ત્યારથી તેમણે ખૂબ જ ઓછા સમયમાં રોડ પોલિસિંગ, કૌટુંબિક હિંસા, તપાસમાં સહાયક, નેબરહુડ પોલીસિંગ અને કમ્યુનિટી પોલીસિંગ જેવા કામમાં નિપુણતા મેળવી લીધી.

એક કૉમ્યુનિટી રિલેશન ઑફિસર તરીકે મનદીપે છેલ્લા એક દાયકામાં ઘણા કાર્યક્રમો અને સમુદાયની બેઠકોમાં ભાગ લીધો છે. તેણે ઘણાં કૌટુંબિક હિંસાના કેસોનો સારી રીતે નિવેડો લાવ્યો છે અને પરિવારો અને વ્યક્તિઓને જાતીય અને સાંસ્કૃતિક સલાહ આપી છે. તેમની ન્યુઝીલેન્ડ પોલીસ પ્રોફાઇલમાં તેમણે અનેક વ્યક્તિગત અને સાંસ્કૃતિક અવરોધોનો સામનો કર્યા પછી પોલીસ અધિકારી બનવાની તેમની સફર વિશે લખ્યું છે.

આ વિડીયો પણ જુઓ: જવાન રાકેશ્વરસિંહ નક્સલીઓના કબ્જામાં હોવાના ઈનપુટ્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન