mandira-bedi-birthday-mandira-bedi-fitness-plan-workout-life-facts
  • Home
  • Photo Gallery
  • આ ડાયેટ પ્લાન છે મંદિરા બેદીની ફીટનેસનું સિક્રેટ, ઘટાડ્યું હતું 22 કિલો વજન

આ ડાયેટ પ્લાન છે મંદિરા બેદીની ફીટનેસનું સિક્રેટ, ઘટાડ્યું હતું 22 કિલો વજન

 | 12:25 pm IST

મંદિરા બેદી 15 એપ્રિલે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. મંદીરા બેદી 47 વર્ષની ઉંમરમાં પણ યુવાનોને ફિટનેસ ચેલેન્જ આપવા સક્ષમ છે. તે તેમના ડાયેટ સિવાય વર્કઆઉટનો પણ ખાસ ખ્યાલ રાખે છે.

મંદીરાએ 90 ના દશકમાં ટીવી શો ‘શાંતિ’થી લોકપ્રિય થઇ હતી જેમાં તેણે એક સ્વતંત્ર મહિલાનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય મંદીરાએ દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેમાં પણ અભિનય કર્યો હતો. પ્રેગનન્સી બાદ મંદીરાએ 22 કિલો જેટલો વજન ઘટાડ્યો હતો. મંદીરા સવારે નાસ્તામાં એગ વ્હાઇટ અને ટોસ્ટ-કોફી લે છે. બપોરે લંચમાં ફ્રૂટ્સ અને દાળ રોટલી લે છે અને આ સીવાય તે ગ્રીન ટી પીવે છે જ્યારે રાત્રે ડીનરમાં તે બહુ હળવું ભોજન કરે છે.

મંદીરાને સલાડ પણ બહુ પસંદ છે અને તે વર્ક આઉટ બાદ લીંબુ પાણી ચોક્કસ પીવે છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો મંદીરાએ 1999માં વેલેન્ટાઇન ડે ના દિવસે ડાયરેકટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. મંદીરા અને રાજને એક દિકરો છે જેમનું નામ વીર રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન