mandvi at devendra-fadnavis-will-be-attend-in-bjp-cluster-convention
  • Home
  • Featured
  • માંડવીમાં મહારાષ્ટ્ર CM ફડણવીસ ગર્જયા, કહ્યું-‘ખીચડીની સરકાર બની તો દેશ મુશ્કેલીમાં મૂકાશે’

માંડવીમાં મહારાષ્ટ્ર CM ફડણવીસ ગર્જયા, કહ્યું-‘ખીચડીની સરકાર બની તો દેશ મુશ્કેલીમાં મૂકાશે’

 | 2:25 pm IST

સુરતના માંડવીમાં ભાજપ દ્વારા ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના બારડોલી અને ભરૂચની લોકસભા બેઠક મામલે આ ક્લસ્ટર સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગણપત વસાવા, ઈશ્વર પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહારાષ્ટ્રના સીએમનું સ્વાગત કર્યું હતું.

સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શક્તિ કેન્દ્રોના 3 હજાર જેટલા પ્રમુખોને સંભોધન કર્યા હતા. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ભાજપ પણ વિવિધ સંમેલનો દ્વારા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, મને ખુશી છે કે આજે ગુજરાતના કાર્યકરોને મળવાની તક મળી છે. ગુજરાત ભાજપ માટે જીત એ નવી વાત નથી. ગત વર્ષોની ચૂંટણી અને અત્યારની ચૂંટણીનો મુદ્દો અલગ છે. આ ચૂંટણીમાં ભાજપને નહીં પરંતુ ભારતને જીતડવાનું છે. મોદીના શાસનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 100 વર્ષમાં અનેક ભૂલો થઈ હતી, જેના કારણે ભારત ગુલામ બન્યો. 2019માં બે રસ્તા પર હાલ દેશ ઉભો છે.

ફડણવીસે વધુમાં જણાવ્યું કે, હું કવ છું કે, આવનારા 5 વર્ષમાં ભારત સૌથી યુવા દેશ હશે. યુવાનોને કારણે યુરોપ, જાપાન, કોરિયા, ચીનનો વિકાસ થયો. હવે ભારતનો વારો છે. જો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી મોદીએ યોજનાઓ પણ એવી બનાવી છે લોકોનું ભલું થયું. જનધન યોજનાથી લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા.

ફડણવીસે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે એક રૂપિયો દિલ્હીથી મોકલું તો પાંચ પૈસા જ મળે છે. મોદીના કારણે લોકોના ખાતામાં જ રૂપિયા મળતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદી સિવાય કોન છે જે દેશને સશક્ત બનાવી શકે છે?

વાજપાઈએ નવા ભારતની શરૂઆત કરી પરંતુ 10 વર્ષ વચ્ચે બગાડયા, પણ હવે મોદીએ શરૂઆત કરી દીધી છે. ગરીબી કોંગ્રેસના કારણે વધી છે. ભલું કોંગ્રેસના લોકોનું અને તેમના પરિવારોનું જ થયું છે. મોદીએ ગરીબોને ગરીબીથી બહાર કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન