Mandvi police arrested the father who kissed in a video call from Oman
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માંડવીમાં કામાંધ પિતા દીકરીને કહેતો ‘તું સેક્સી લાગે છે’: પુત્રીનો આપઘાત, ઓમાનથી વીડિયો કોલમાં કિસ કરતા…

માંડવીમાં કામાંધ પિતા દીકરીને કહેતો ‘તું સેક્સી લાગે છે’: પુત્રીનો આપઘાત, ઓમાનથી વીડિયો કોલમાં કિસ કરતા…

 | 8:35 am IST
  • Share

ઓમાનથી વીડિયો કોલમાં કિસ કરનાર પિતાની માંડવી પોલીસે ધરપકડ કરી

માંડવીમાં કામાંધ બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડીને ન કરવા જેવા અને શરમથી માથું ઝૂકી જાય તેવા કૃત્યો આચરતાં છેવટે કંટાળીને પુત્રીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બન્યાના એક માસ બાદ માંડવી પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે પિતા સામે ગુનો નોંધીને પિતાની ધરપકડ કરી હતી.

મૃતક સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દીવાદાંડી પાસે રહેતા કમલેશ કષ્ટાવાલા સાથે ૧૮ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. કમલેશ ધંધાર્થે ઓમાન રહેતો હતો અને બે-ત્રણ વર્ષે એકાદ વાર માંડવી આવતો હતો, પરંતુ આ વર્ષે માંડવી આવેલો કમલેશ ૮ મહિનાથી ઘરે જ રોકાઇ ગયો હતો અને ૧૭ વર્ષીય સગીર દીકરી પર નજર બગાડી હતી.

સગો બાપ સગીર વયની દીકરીને કહેતો કે ‘તું સેક્સી લાગે છે’ તેમ કહીને બીભત્સ વાતો કરતો હતો. વાસનાંધ બનેલા સગા બાપના વર્તનથી દીકરી માનસિક આઘાત અનુભવતી હતી. આ બાબતે તેણે માતાને પણ વાત કરી હતી કે, ‘પપ્પા સારા માણસ નથી, મને ખરાબ નજરે જુએ છે અને તું હાજર ન હોય ત્યારે ઘરમાં બિભત્સ વાતો પણ કરે છે, તેથી મને પપ્પાનો ખૂબ ડર લાગે છે’ તેથી માતાએ દીકરીને સમજાવ્યું કે ‘હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં અને થોડાક દિવસમાં જ તારા પપ્પા વિદેશ જતા રહેશે એટલે શાંતિ થઇ જશે.

તા.૧૯ ઓગસ્ટનાં રાત્રે બાપ-દીકરી વચ્ચે ઝઘડો થતાં દીકરીને મનમાં લાગી આવ્યું હતું. દીકરીએ તેની કહ્યું, ‘પપ્પા મને બહુ ત્રાસ આપે છે, હવે હું મરી જઇશ’ અને બીજા દિવસે સવારે માતા થોડીવાર ઔમાટે પાડોશીના ઘરે ગઇ અને ઔદીકરીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો