દેવતાઓના સેનાપતિ મંગળ ગ્રહની ઉત્પતિનું જાણો રહસ્ય, કઇ પરિસ્થિતિમાં થયું પ્રાગટ્ય

આમતો ભારતમાં અસંખ્ય સંખ્યામાં મંદિરો આવેલા છે. જેમાં દેવી દેવતાઓ સહિત ગ્રહોના મંદિરનો સમાવેશ થાય છે. મંગળ ગ્રહ એટલે પરાક્રમ કારક ગ્રહ મંગળને દેવતાઓનો સેનાપતિ કહેવામાં આવે છે. ધરતીપુત્ર મંગળ કુંડળીમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, આ ગ્રહ પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલા છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે.
પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરે છે, જ્યારે મંગળને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવા માટે 687 દિવસ લાગે છે. આ પૃથ્વી કરતા લગભગ બમણો સમય છે. તેથી મંગળ પર એક વર્ષ 687 દિવસનું હોય છે.
આજે આપણે મંગળદેવના એક એવા મંદિરની વાત કરીશુ જે ખુબજ ખાસ છે. કેમકે આ એવુ સ્થાન છે જ્યાં શિવજીની કૃપાથી મંગળદેવની ઉત્પતિ થઇ હતી. મંગળ ગ્રહ લાલ રંગ ધરાવે છે તેનુ રહસ્ય આ મંદિર સાથે જોડાયેલુ છે. દેશના દરેક ખુણેથી અહીં મંગળ દોષની પૂજા કરવામાં આવે છે.
આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિરને મંગલનાથ મંદિરથી ઓળખવામા આવે છે. પુરાણો અનુસાર, ઉજ્જૈન શહેરને (Ujjain city) મંગળની જનની કહેવામાં આવે છે. અર્થાત્ મંગળ દેવનો જન્મ અહીં થયો છે. મંગલનાથ મંદિરની માન્યતા છે કે આ મંદિરની એકદમ ઉપર આકાશમાં મંગળ ગ્રહ સ્થિત છે.
મત્સ્યપુરાણ અને સ્કંદપુરાણ (Matsyapurana and Skandapurana) વગેરેમાં મંગળ દેવને લગતા વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ મુજબ, મંગળ દેવનો જન્મ ઉજ્જૈનમાં જ થયો હતો અને મંગળનાથ મંદિર તે સ્થાન છે જ્યાં ભગવાનનું જન્મ સ્થાન છે જેના કારણે આ મંદિરમાં દૈવીય ગુણો માનવામાં આવે છે.
સ્કંદ પુરાણના અવંતિકા ખંડ મુજબ, શિવજીએ અંધકાસુર નામના રાક્ષસને વરદાન આપ્યુ હતું કે તેના લોહીમાંથી સેંકડો રાક્ષસોનો જન્મ થશે. વરદાન પછી આ રાક્ષસ અવંતિકામાં તબાહી મચાવી દીધી. ત્યારે ડરેલા લોકોએ શિવજીને પ્રાર્થના કરી. શંભુએ પોતે ભક્તોના સંકટને પહોંચી વળવા માટે અંધકાસુર સાથે લડ્યા હતા. બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થયું.
શિવજીનો પરસેવો વહેવા લાગ્યો. રુદ્રનો પરસેવો નીકળવાને કારણે ગરમીથી ઉજ્જૈનની પૃથ્વી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને અહીંથી જ મંગળનો જન્મ થયો હતો. શિવે રાક્ષસનો વધ કર્યો અને નવા બનાવેલા મંગળ ગ્રહે અસુરના રક્તાના ટીપાંને સમાવી લીધા. કહેવાય છે કે આથી જ મંગળની ભૂમિ લાલ રંગની છે.
આ વીડિયો જુઓ: ટીંબા ગામના યુવાનો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો અનોખો પ્રયાસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન