mangal rashi parivartan 8 zodiac sign get financial benefits
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • મંગળે કર્યો વૃષભ રાશિમાં પ્રવેશ, આ 8 રાશિને એપ્રિલ સુધી થશે ધનલાભ

મંગળે કર્યો વૃષભ રાશિમાં પ્રવેશ, આ 8 રાશિને એપ્રિલ સુધી થશે ધનલાભ

 | 5:58 pm IST
  • Share

ગ્રહોના સેનાપતિ મંગળ સોમવારે સાંજે મેષ રાશિ છોડીને વૃષભમાં પ્રવેશ કર્યો છે. અહી તે 13 એપ્રિલ 2021 સુધી આ રાશિમાં રહેશે. મંગળનું આ ગોચર (Mangal Rashi Parivartan) કેટલાક જાતકોની આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવશે. આઠ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિના જાતકોને મંગળના આ પરિવર્તનનો સૌથી વધુ ફાયદો થશે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોને રાશિ પરિવર્તનનો સૌથી વધારે ફાયદો થશે. ધન સંપત્તિમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. ઘરના ખરચા ઓછા થશે શુભ કાર્ય સંપન્ન થશે. મુસાફરીના યોગ બનશે. લાંબી યાત્રા દરમિયાન થોડી સાવધાની રાખવી.

કર્ક રાશિ
આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. કપરા ચઢાણો ચડી શકશે. સારા પરિણામ પ્રાપ્ત થશે. પરિશ્રમી લોકોને સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ હલ થશે. ભાઇ-બહેન વચ્ચે થોડી તકરાર થશે.

સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન ખુબજ લાભ દાયક રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો. જો કે મોટુ રોકાણ કરતા પહેલા થોડુ વિચારજો. મકાન, દુકાન, વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. ઘરમાં સુખોનું આગમન થશે. ધન સાથે જોડાયેલી વસ્તુઓ એટલે કે પૈસાની લેતી દેતીમાં ખાસ કાળજી રાખવી. તબીયતની કાળજી રાખજો.

કન્યા રાશિ
કન્યા રાશિ માટે આ ગોચર શુભ પરિણામ લાવશે. યોજનાબદ્ધ કામ કરશો તો તેનો લાભ થશે. જે લોકો માટે શુભ કાર્ય લાંબા સમયથી અટકી પડ્યુ હતુ તે પૂર્ણ કરવાનો અવસર મળી જશે. મહિલાઓએ ખાસ સાવધાન રહેવુ.

વૃશ્ચિક રાશિ
મંગળના આ ગોચરનું મિશ્ર પરિણામ મળશે. ધનલાભ થશે. જરૂરી કામ પૂર્ણ કરી શકશો. દામ્પત્ય જીવનમાં મુશ્કેલી આવશે. પાર્ટનર સાથે તકરાર થશે. ક્રોધના કારણે ખોટા નિર્ણય ન લો તે ધ્યાન રાખજો.

મકર રાશિ
મકર રાશિવાળા માટે આ ગોચર ખુબ સારૂ માનવામા આવે છે. આ રાશિમાં શનિદેવ પહેલાજ બીરાજમાન છે. મંગળ વૃષભ રાશિમાં જવાથી ભાગ્યોદય થશે. ધનની સ્થિતિ સારી રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે. સ્વાસ્થ્યને સંબંધીત તકલીફો ઘટશે.

કુંભ રાશિ
કુંભ રાશિનું ગોચર સારૂ રહેશે. જીવનમાં કેટલાક સારા પરિવર્તન આવશે. નોકરીનો અવસર મેળવી શકશો. ધન-વેપારમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ
મીનનું આ ગોચર ખુબ સારૂ રહેશે. અટકેલા નાણા પરત મળશે. જીવનની નાની મોટી સમસ્યાઓ હલ થશે. પરીવારના જીવનમાં સૌ સારૂ થશે. ષડયંત્ર કરનારાઓ સાવધાન રહેજો.

આ વીડિયો જુઓ: દર્શન કરો રાજપરા ગામે છે આવેલ મા ખોડિયારના સુંદર ધામના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન