Mangla gauri Puja Vrat Samagri Mahatv katha vidhi
  • Home
  • Astrology
  • શિવ અને શક્તિની આરાધના માટે મંગળવારે કરો આ વ્રત, થશે મનોકામના પૂર્ણ

શિવ અને શક્તિની આરાધના માટે મંગળવારે કરો આ વ્રત, થશે મનોકામના પૂર્ણ

 | 11:39 am IST

શાસ્ત્રોમાં જેનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે તે મંગળા ગૌરી વ્રત મંગળવારે કરવા માં આવે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળાગૌરીની પૂજા નું મહત્વ છે. આ એક જ એવું વ્રત છે જેમાં શિવ અને શક્તિની એક સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્રત કરીને માતા પાર્વતીએ ભોલેનાથની કૃપા મેળવી હતી અને તેમને ભરથાર તરીકે મેળવ્યા હતા તે આકરા તપનો આજે પણ એટલો જ મહિમા છે. ભોલેનાથને મંગળાગૌરીનું આ વ્રત ખુબજ પ્રિય છે.

મંગળા ગૌરી વ્રત કથા

પ્રાચીન કાળમાં ધરમપાલ નામનો એક શેઠ પોતાની પત્ની સાથે સુખપૂર્વક જીવન વ્યતિત કરતો હતો. એને કોઈ પણ વસ્તુનો અભાવ ન હતો માત્ર એક દુઃખ હતુ કે તેને ત્યાં સવાશેર માટીની ખોટ હતી એટલે કે કોઈ સંતાન ન હતું. એણે ઘણી પૂજાપાઠ અને દાન-પુણ્ય કર્યા, ત્યારે ભગવાને પ્રસન્ન થઈને એને એક પુત્ર પ્રદાન કર્યો પરંતુ જ્યોતિષિઓએ કીધું કે એ પુત્ર અલ્પાયુ થશે. સોળમાં વર્ષમાં સાપના કરડવાથી એનું મૃત્યુ થઈ જશે.

દુખી શેઠે એને ભાગ્યનો દોષ માનીને ધીરજ રાખી લીધી. થોડાક સમય પછી એમણે એ પુત્ર ના લગ્ન એક યોગ્ય સંસ્કારી કન્યા સાથે કરાવી દીધા. કન્યાની માતા હંમેશા મંગળા ગૌરીનું વ્રત પૂજન કરતી હતી. આ વ્રતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી કન્યાને અખંડ સૌભાગ્યવતી થવાનાં આશીર્વાદ પ્રાપ્ત થયા આ શેઠનો પુત્ર કિસ્મત બદલીને તેમને દીર્ઘાયુ બનાવી દીધો હતો.

આ વ્રત ખાસ કરીને રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ અને બિહારમાં પ્રચલિત છે. જો કે દેશના અન્ય ભાગમાં પણ એને ઊજવવામાં આવે છે. જે કન્યાઓને લગ્નની સમસ્યાઓ છે. એમને આ વ્રત રાખવું લાભદાયક થાય છે. અન્ય મહિલાઓ સંતાન અને પતિ સુખ માટે આ વ્રત રાખે છે. એક વખત આ વ્રતનો પ્રારંભ કર્યા બાદ સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતને ઉજવવામાં આવે છે.

આ Video જુઓ: દુઃખ હરશે મંગળાગૌરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન