manglik dosha effect remedies Your Kundli Astrology
  • Home
  • Astrology
  • તો આ કારણે થાય છે મંગળ દોષ, મુક્તિ મેળવવા કરો આ સરળ ઉપાય

તો આ કારણે થાય છે મંગળ દોષ, મુક્તિ મેળવવા કરો આ સરળ ઉપાય

 | 4:29 pm IST

જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં મંગળનો પ્રભાવ વધારે હોય તો તેને મંગળ દોષ કહેવામાં આવે છે. કેટલાક લોકો ને આ દોષને કારણે ખુબજ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આનાથી મુક્તિ મેળવવા મંગળ દોષને નિવારવા કેટલાક ઉપાય પણ અજમાવવામાં આવે છે. જો કોઈ મંગળદોષમાંથી તાત્કાલીક મુક્તિ મેળવવા માંગે તો તેણે આ ખુબજ સરળ ઉપાયને અજમાવી જુઓ જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દોષના નિવારણ માટે આ ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

જ્યારે કોઈની કુંડળીમાં લગ્ન મંગળ ચતુર્થ, સપ્તમ, આઠમા કે બારમા ભાવમાં હોય તો મંગળ દોષ થાય છે. જેને મંગળ દોષ કહેવામાં આવે છે. મંગળ લગ્ન આઠમા ભાવમાં હોય તો તેને ખુબજ ગંભીર ગણવામાં આવે છે. મંગળ દોષની સમસ્યા ત્યારે સામે આવે છે જ્યારે ઘરમાં લગ્નની વાતચીત શરૂ થવા લાગે ઉમર લાયક યુવક કે યુવતીના લગ્નમાં કારણ વગર વિધ્ન આવવા લાગે.

આમ પણ કહેવાય છે કે મંગળવાળા યુવકના લગ્ન મંગળવાળી યુવતી સાથે જ કરાવવા જોઈએ. નહીંતો વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવ્યા કરે છે. તેમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જશે.

જો કોઈ યુવકની કુંડળીમાં માંગલિક દોષનો પ્રભાવ હોય તો તે થોડા ઘણાં ઉપાય કરીને તેનાથી મુક્તિ મેળવી શકે છે. પણ જો આ જ દોષ કોઈ યુવતીની કુંડળીમાં હોય તો તેના માટે વિશેષ ઉપાય કરવા પડે છે. નહીંતો વિવાહ પછી તેમને કોર્ટ કેસ, છુટાછેડા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. મંગળના દોષથી બચવા માટે આ ઉપાય અજમાવી જુઓ.

જો કોઈ યુવતીની કુંડળીમાં મંગળ છે એટલે કે તે મંગળદોષ વાળી છે તો આ યુવતીના પીપળાના વૃક્ષ સાથે વિવાહ કરાવવા જોઈએ. કુંભ વિવાહ, શાલિગ્રામ વિવાહ કરવાથી તેમજ મંગળ યંત્રનું પૂજન કરવાથી આ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

જ્યોતિષ અનુસાર ક્યારેક ક્યારેક 28 વર્ષની ઉંમર પછી મંગળદોષ પોતાની રીતે જ ખતમ થઈ જાય છે. જો મંગળ મેષ, કર્ક, વૃશ્ચિક કે મકર રાશિમાં હોય તો મંગળ દોષ ખતમ થઈ જાય છે.
જો જન્મકુંડળીમાં મંગળ દોષ હોય તો, અને શનિ મંગળ પર દૃષ્ટિપાત કરતો હોય તો મંગળ દોષ પુરો થાય છે. મકર લગ્નમાં મકર રાશિનો મંગળ અને સપ્તમ સ્થાનમાં કર્ક રાશિનો ચંદ્ર હોય તો મંગળ દોષ ખતમ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન