મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યું 'કેરી' અને 'ચીકુ'નું ગ્રહણ - Sandesh
  • Home
  • Business
  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યું ‘કેરી’ અને ‘ચીકુ’નું ગ્રહણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગ્યું ‘કેરી’ અને ‘ચીકુ’નું ગ્રહણ

 | 6:38 pm IST

કેન્દ્રની મોદી સરકારના મહત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હવે ચીકુ અને કેરીનું ગ્રહણ લાગતુ જણાય છે. મહારાષ્ટ્રમાં કેરી અને ચીકુની ખેતી કરનારા ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણનો વિરોધમાં ઉતર્યા છે અને તેમની સ્થાનીક નેતાઓ તરફથી સમર્થન પણ મળી રહ્યું છે.

ફળ પકવતા ખેડૂતોએ બુલેટ ટ્રેન માટે પોતાની જમીન અધિગ્રહણ કરવાના વિરોધમાં પોતાનો અવાજ બુલંદ કરી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે, તે જ્યાં સુધી વૈકલ્પિક રોજનારની ગેરેંટી ના મળે ત્યાં સુધી પોતાની જમીન નહીં આપે.

જાપાન દ્વારા આપવામાં આવનારી મોટી રકમની લોન બાદ પ્રસ્તાવિત 17 અબજ ડૉલરની આ પરિયોજના ફળ ઉત્પાદકોના વિરોધના કારણે ડિસેમ્બર સુધીમાં જમીન અધિગ્રહણ કરવાના પોતાના લક્ષ્યને પણ ચુકી શકે છે. ખેડૂતોનો આ વિરોધ પરિયોજના સામે સૌથી મોટો પડકાર સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં લગભગ 108 કિમી લાંબા આ ભાગમાં બુલેટ ટ્રેનનો વિરોધ થઈ રહ્યો છે. જે આખી યોજનાનો લગભગ 5મો ભાગ છે. આ પ્રસ્તાવિત બુલેટ પરિયોજના દેશની આર્થિક રાજધાની મુંબઈને ગુજરાતના સૌથી મોટા કોમર્શિયલ શહેર અમદાવાદ સાથે જોડશે.

સરકારે આ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણના બદલામાં ખેડૂતોને બજારની કિંમત કરતા 25 ઘણા વધારે ભાવે જમીન ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત રીસેટલમેંટ માટે 5 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ પણ છે કે પછી જમીનની કુલ કિંમતના 50 ટકા આપવાની વાત પણ કરવામાં આવી છે. 5 લાખ રૂપિયા કે પછી જમીનની અડધિ કિંમતમાંથી જે વધારે હશે તે ખેડૂતોને આપવાનો પ્રસ્તાવ છે.

અધિગ્રહણમાં મોડું થવાથી લોનમાં અડચણો ઉભી થઈ શકે છે

આ પ્રોજેક્ટ સામે સૌથી મોટી સમસ્યા એ છે કે, જો જમીનના અધિગ્રહણમાં સમય મોડું થાય તો જાપાન ઈંટરનેશનલ કો-ઓપરેશન એજંસી તરફથી આપવામાં આવનાર સોફ્ટ લોનમાં પણ મોડું થઈ શકે છે. ભારતીય રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન સરકારની આ સંસ્થા આગામી મહિને આ પ્રોજેક્ટનું રિવ્યૂ કરશે.

2022માં આ પ્રોજેક્ટ પુરો કરવા માંગે છે મોદી સરકાર

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જાપાનની ચિંતાઓનું સમાધાન કરવા માટે ટોક્યોમાં ભારતીય અધિકારીએ પરિવહન વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજવાની યોજના તૈયાર કરી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર બુલેટ પરિયોજનાને 2022 સુધીમાં પુરી કરવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે ભારતની આઝાદીના 75મી વર્ષગાંઠ પ્રસંગે આ પરિયોજના પુરી થઈ જાય.