Mangrol In 6 inches of rain in 4 hours, many villages waterlogged, police and municipal system
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવો ભરપૂર: માંગરોળમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, અનેક ગામડાઓ જળબંબાકાર, પોલીસ અને પાલિકા તંત્ર ખડેપગે

ભાદરવો ભરપૂર: માંગરોળમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, અનેક ગામડાઓ જળબંબાકાર, પોલીસ અને પાલિકા તંત્ર ખડેપગે

 | 6:56 am IST
  • Share

  • અનેક ગામડાઓ જળબંબોળ થતા મગફળીના પાકમાં વ્યાપક નુકશાનીની ભીતિ
  • અનેક સોસાયટીઓ ગોઠણડૂબ પાણી: હાઈવે પર નજર કરો ત્યાં સુધી પાણી જ પાણી
  • કેશોદ અને માળીયાને માંગરોળ સાથે જોડતો રસ્તો બંધ
  • પોલીસ અને પાલિકા તંત્ર ખડેપગે

માંગરોળઃ માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું.

ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોળી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.આજે સવારે આઠથી નવ વાય દરમિયાન સુપડાધારે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા કામનાથ તથા કેશોેદ ચોકડી, કેશોદ હાઈવે બાયપાસ ઉપરાંત શહેરના બંદરઝાંપા,જૂના બસસ્ટેન્ડ, માત્રીઝાંપા, નીઠીવાવ,ગણેશ સોસાયટી, શાપુર રોડ, તિરૂપતિનગર, ભવાનીનગર, બહારકોટ, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા હતો.

જોકે પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતની ટીમે પાણી નિકાલ માટે કામગીરી આરંભસ દીધી હતી પરંતુ વરસાદ ન અટકતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.ભારે વરસાદથી કેશોદ રોડ પર વલ્લભગઢ થી ભોયવાયા સુધી જળબંબાકાર થઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.જયારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંખોરા,શેખપૂર,ચોટલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.નોબી નદીમાં ઘોડાપૂર આવતા પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને. જળાભિષેક થયો હતો.

નદીમાં આવેલ પૂરને જોવા લોકોની ભીડ ઉમટે અને કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘેડ વિસ્તારમાં અનેક ગામોમાં ઉપરવાસનું પાણી આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સિઝનનો કુલ વરસાદ ૫૦ ઈંચ થવા આવ્યો છે ત્યારે પાણીની સમસ્યા જરૂર હળવી થશે પરતું સતત પડી રહેલા વરસાદથી અનેક ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ થયા હોય, મગફળીના પાકમાં નુકશાનની ભીતિ પણ સેવાઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો