Mani Shankar Aiyar Abuses Journalists, Calls Jib At PM Modi
  • Home
  • Featured
  • મોદીનો પ્રશ્ન પૂછાતા મણિશંકર ઐય્યરે પિત્તો ગુમાવ્યો, પત્રકારને મુક્કો દેખાડી કહ્યું કે…

મોદીનો પ્રશ્ન પૂછાતા મણિશંકર ઐય્યરે પિત્તો ગુમાવ્યો, પત્રકારને મુક્કો દેખાડી કહ્યું કે…

 | 11:19 am IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે ફરી એક વખત પિત્તો ગુમાવ્યો હતો. પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને પ્રશ્નો પૂછ્યા તો ભૂરાયા થયા હતા અને પત્રકારો પર ઐય્યર નારાજ થઈ ગયા હતા. તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં કહ્યું કે હું તને મારી દઈશ.

ઉલ્લેખનીય છે કે ઐય્યરે મે 2017માં મોદીને નીચ વ્યક્તિ ગણાવ્યા હતા. ત્યારબાદ ગઇકાલે એટલે 14મી મેના રોજ મણિશંકર ઐય્યરે ફરીથી વિવાદનો મધપૂડો છંછેડયો અને ફરી કહ્યું કે હું મારા નીચ વ્યક્તિવાળા નિવેદન પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.

પત્રકારના પ્રશ્ન પર ઐય્યરે કહ્યું કે, ભારતમાં એક જ વ્યક્તિ છે, તેના તીખા હુમલાઓ તમે નથી જોયા તેમને પ્રશ્ન કરો. તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે. ત્યારબાદ કહ્યું કે હવે તમે મને કોઈ પ્રશ્ન ના કરો. પત્રકારે ઐય્યરને નારાજ ન થવાનું કહ્યું. જતા-જતા મણિશકંર ઐય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં.

ઉલ્લેખનીય છે કે મણિશંકર ઐય્યરે રાઈઝિંગ કાશ્મીરમાં આર્ટિકલ લખ્યો હતોઃ ઐય્યરે મંગળવારે કહ્યું હતું કે, “23 મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે 7 ડિસેમ્બર, 2017નાં રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?” ઐય્યરે મોદી પર દેશ વિરોધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને જવાનોની શહાદતનો ઉપયોગ કરી સત્તામાં પરત ફરવાની ઈચ્છા રાખવાનો આરોપ મૂકયો છે.

આ Video પણ જુઓ : ઐય્યર રીટર્ન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન