NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભાજપના મિડિયા સેન્ટરમાંથી કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને પડકાર્યા

ભાજપના મિડિયા સેન્ટરમાંથી કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને પડકાર્યા

 | 10:31 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના મણીશંકર ઐયરનું નિવેદન એ સામંતશાહી વિચારધારાને પ્રગટ કરનારૂ છે. આ દેશના ગરીબોનું અપમાન છે. એમ કહેતા ભારત સરકારમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રામમંદિર, ત્રિપલ તલાક અને રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે કોંગ્રેસને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો હતો.

અમદાવાદ સ્થિત ભાજપના મિડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સરદાર વલ્લભાઈ અને ડો.બાબાસાહેબ આંબેડકરને ભારતરત્ન આપવમાં કોંગ્રેસની સરકારોએ જ વિલંબ કરીને તેમનું અપમાન કર્યુ હતુ. કોંગ્રેસને તેના કારણો આપવા સવાલ પૂછવો એમાં શું ખોટું કર્યું ? આ એજ મણીશંકર ઐયર છે કે જેમણે નરેન્દ્રભાઈને પણ ચાવાળા કહીને ઉપહાસ કર્યો હતો. રામજન્મભૂમિ કેસમાં કપિલ સિબ્બલને જુઠ્ઠાણા ફેલાવનાર કહેતા કાયદા મંત્રીએ કહ્યુ કે એડવોકેટ સિબ્બલ સુપ્રિમ કોર્ટમાં હાજર થયા તેનો પ્રત્ર વ્યવહાર અને હાજરીપત્રકોમાં વર્ણન મોજુદ છે.

તેઓ વડાપ્રધાનની વાતને તેના ઉલ્લેખને ખોટી ઠેરવીને શા માટે જુઠ્ઠુ બોલી રહ્યા છે ? ટ્રિપલ તલાકના કેસમાં પણ તેમણે આ એક આસ્થાનો વિષય હોવાનું કહ્યુ હતુ. રોહિંગ્યા મુસ્લીમો માટે પણ તેમણે અસંદિગ્ધ ભાષામાં વાત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસે વલણ સ્પષ્ટ કરવુ જોઈએ.