Manika Batra missed out on making history twice at the World Table Tennis Championships
  • Home
  • Flashback - 2020
  • સાથીયાન સાથે મિક્સ ડબલ્સમાં હારતા મનિકા ઈતિહાસ રચવાથી વંચિત રહી ગઇ

સાથીયાન સાથે મિક્સ ડબલ્સમાં હારતા મનિકા ઈતિહાસ રચવાથી વંચિત રહી ગઇ

 | 7:56 am IST
  • Share

  • મનિકા બત્રા વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બે વાર ઇતિહાસ રચતા ચૂકી ગઈ

  • અમેરિકાના હોસ્ટનમાં મિક્સ ડબલ્સમાં જાપાની જોડી સામે પરાજય નોંધાયો 

  • મહિલા ડબલ્સમાં મનિકાઅર્ચનાની જોડીનો લક્ઝમબર્ગની જોડી સામે પરાજય 

ભારતીય ટીમની આ જોડીએ પોતાની પાછલી મેચમાં 02 અને 810થી પાછળ રહી ગયા બાદ જબરદસ્ત કમ બેક કર્યું હતું અને 32થી વિજય મેળવ્યો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં જગા બનાવી હતી. મનિકા બત્રા પાસે મિક્સ ડબલ્સ ઉપરાંત મહિલા ડબલ્સમાં પણ મેડલ જીતીને ઇતિહાસ રચવાની તક હતી પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં અર્ચના કામત સાથે રમવા ઊતરી ત્યારે ફરીથી ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહી હતી અને સીધા સેટમાં પરાજય થયો હતો. મહિલા ડબલ્સમાં મનિકા અને અર્ચનાની જોડીને લક્ઝમબર્ગની સારાહ ડિનુટે અને ની શિયા લિયાનની જોડીએ 0.3થી પરાજય આપ્યો હતો

અમેરિકાના હોસ્ટનમાં રમાઇ રહેલી વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા સ્ટાર મનિકા બત્રા ઈતિહાસ રચતા રચતા રહી ગઇ છે. મનિકા બત્રા પાસે આ ટૂર્નામેન્ટમાં એક નહી પણ બે વાર ઇતિહાસ રચવાની તક આવી હતી કે જેમાં તેને પહેલાં મિક્સ ડબલ્સ અને પછી મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં રમવાની તક મળી હતી. જો કે કમનસીબે મનિકા બન્ને કેટેગરીમાં મળેલી તકને ઇતિહાસમાં તબદીલ કરવાનું ચૂકી ગઇ હતી. ભારતીય ખેલાડીઓ માટે આઈટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસમાં 1952 બાદ પ્રથમ વાર એવી તક ઊભી થઇ હતી કે જેમાં ભારતીય ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમને આ ટૂર્નામેન્ટમાં ઐતિહાસિક મેડલ જીતવા માટે માત્ર એક જ વિજય પ્રાપ્ત કરવાનો હતો પણ તે જીત હાંસલ થઇ શકી ન હતી. મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારત તરફથી જી સાથીયાન અને મનિકા બત્રાની જોડીને 13ની સ્કોર લાઇનથી પરાજય મળ્યો હતો. જાપાનની તોમાકાજુ હરિમોતો અને હિના હયાતાની જોડીએ 511, 211, 117 અને 911થી પરાજય આપીને સેમિફાઇનલમાં પોતાની જગા બનાવી લીધી હતી

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો