મણિપુરમાં સીએમ બિરેનસિંહે પોતાની બહુમતી સાબિત કરી

16

ઇમ્ફાલ , તા.૨૦

મણિપુરમાં ભાજપ દ્વારા વરણી પામેલા મુખ્યપ્રધાન બિરેનસિંહની સરકારે વિધાનસભામાં બહુમતી સ્થાપિત કરી દીધી છે. બિરેનસિંહે ૧૬ માર્ચના રોજ મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા. મણિપુરમાં પહેલી જ વાર ભાજપની સરકાર બની છે. ભાજપે ધ્વનિમતથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી. રાજ્યમાં ભાજપે ૬૦ માંથી ૨૧ બેઠક મેળવી હતી અને કોંગ્રેસે ૨૮ બેઠકો પ્રાપ્ત કરી હતી.

સરકાર બનાવવા રાજ્યમાં ૩૧ વિધાનસભ્યોના સમર્થનની જરૂર રહે છે અને ભાજપને તેના કરતાં પણ વધુ વિધાનસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. યોગી આદિત્યનાથની જેમ મણિપુરના સીએમે પણ મંત્રીઓને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપ્યો છે.