NIFTY 10,191.10 +73.05  |  SENSEX 33,035.71 +275.27  |  USD 65.2825 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપે ‘અગ્નિપરીક્ષા’ પાસ કરીને વિરોધીઓની બોલતી કરી બંધ

ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપે ‘અગ્નિપરીક્ષા’ પાસ કરીને વિરોધીઓની બોલતી કરી બંધ

 | 11:43 am IST

ગોવા બાદ મણિપુરમાં પણ ભાજપના નેતૃત્વવાળી સરકારે બહુમત સાબિત કરી દેતા હવે વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે વિધાનસભામાં ધ્વની મતથી ફ્લોર ટેસ્ટ પાસ કર્યો. 60 સભ્યોવાળી વિધાનસભામાં 33 સભ્યોએ તેમની સરકારને સમર્થન આપ્યું. આ સાથે જ ભાજપના યમનમ ખેમચંદ સિંહને વિધાનસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. બિરેન સિંહે 16 માર્ચના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. મણિપુરમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. વિશ્વાસનો મત જીત્યા બાદ બિરેન સિંહે તેમની ટીમનો આભાર માન્યો હતો. તેમણે આ સફળતાનો યશ પીએમ મોદી અને મણિપુરની જનતાને આપ્યો હતો.

આ અગાઉ ભાજપે ગુરુવારે એક અપક્ષ અને એક તૃણમૂલ કોંગ્રેસના વિધાયક સહિત પોતાના તમામ વિધાયકોને ગુવાહાટીની એક હોટલમાં રાખ્યાં હતાં. ભાજપ સરકારમાં મુખ્યમંત્રી બિરેન સિંહને મળીને કુલ બે ભાજપના વિધાયક મંત્રી છે. જ્યારે NPPના ચાર, NPF, LJPના એક-એક અને ભાજપમાં જોડાયેલા એક કોંગ્રેસ વિધાયકને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે.

અત્રે જણાવવાનું કે ભાજપે મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 21 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 28 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ આમ છતાં નાની પાર્ટીઓ અને અપક્ષોની મદદથી ભાજપે મણિપુરમાં સરકાર બનાવી જ્યારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો મેળવીને પણ સત્તાથી દૂર થઈ. ગોવામાં પણ ભાજપે બીજા નંબરે રહીને પ્રથમ નંબરે આવેલી કોંગ્રેસને સત્તાથી દૂર કરી હતી.