શું કામ મનીષ પાંડે બધાની વચ્ચે ઉભો છે સાવ ટુવાલભેર, Videoમાં છુપાયું છે કારણ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શું કામ મનીષ પાંડે બધાની વચ્ચે ઉભો છે સાવ ટુવાલભેર, Videoમાં છુપાયું છે કારણ

શું કામ મનીષ પાંડે બધાની વચ્ચે ઉભો છે સાવ ટુવાલભેર, Videoમાં છુપાયું છે કારણ

 | 5:37 pm IST

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વન-ડેમાં કુલદીપની ઐતિહાસિક હેટ્રિકના કારણે ભારતીય ટીમને મળેલી શાનદાર જીત પછી સાથી ખેલાડીઓએ મોડી રાતે મનીષ પાંડેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો અને એ દરમિયાન બધા ખેલાડીઓએ બહુ મસ્તી કરી છે. મનીષના બર્થ-ડે સેલિબ્રેશનનો બીસીસીઆઇએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં મનીષ કપડાં પહેર્યા વગર કેક કાપતો નજરે ચડી રહ્યો છે. એ સમયે તેની સાથે સૌથી વધારે મસ્તી અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવે કરી છે

28 વર્ષના મનીષનો 10 સપ્ટેમ્બરે બર્થ-ડે હતો પણ એ સમયે શ્રીલંકા ટૂરથી રિટર્ન થયેલી ટીમ એકસાથે નહોતી.

નોંધનીય છે કે ગુરુવારે ઇડન ગાર્ડનમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ કુલદીપની હેટટ્રીકની મદદથી ઓસ્ટ્રેલિયાને 50 રને હરાવી દીધું હતું. આ મેચમાં કુલદીપે એકપછી એક ત્રણ વિકેટ લઈને નવો ઇતિહાસ રચી દીધો હતો. આ પહેલાં મેદાનમાં કપિલ દેવે 1991માં શ્રીલંકા વિરૂદ્ધ આ કારનામું કરી બતાવ્યું હતું.