manish paul want to work in film show ready to host mundan
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોકડાઉનમાં કામ ન મળતા આ કલાકાર હેરાન પરેશાન, કહ્યું કે હવે તો આ કરવા પણ તૈયાર

લોકડાઉનમાં કામ ન મળતા આ કલાકાર હેરાન પરેશાન, કહ્યું કે હવે તો આ કરવા પણ તૈયાર

 | 1:27 pm IST

કોરોના વાયરસને કારણે લાંબા સમયથી દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. હવે ઘરમાં બેસીને લોકો થાકી ગયા છે અને કામ પર પરત ફરવા જવાનું વિચારી રહ્યા છે. દરેકને એવી ઇચ્છા થઈ રહી છે કે બધુ જ પહેલા જેવુ થઈ જાય. આવી જ હાલત બોલિવૂડના કલાકારોની છે લોકડાઉનના કારણે તેમનું કામ અટકી પડ્યુ છે. એક્ટર અને હોસ્ટ મનીષ પોલ હવે કામ પર ફરવા ઉતાવળો થઈ રહ્યો છે.

View this post on Instagram

Name:Maniesh Paul Age: according to the character Height:6 feet 1 1/2 inches Complection: fair Main ek actor hoon…host bhi hoon(zoom to see pics clearly)…post lockdown looking to get back to shoots… I will be on the set on time with minimum entourage😜😜…will give 12 hours( 1 hour extra bhi chalega😜😜🤣🤣)…main khana bhi ghar se laoonga…mera staff bhi ghar se hi khana layega…vanity mein fruits bhi nahi chahiye aur na hi bicuits hahahaha…please feel to free contact for films,web films,webshows,realityshow hosting,i even host mundans😜😜🤣🤣…jai mata di …lets bounce back!! (Feel free to DM for colabs)#mp #workprofile #lifepostcorona #quarantinelife #workisworship #letsfightback #bounceback

A post shared by Maniesh Paul (@manieshpaul) on

મનીષ પોલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુ:ખ જણાવ્યું છે અને કામ પણ માંગ્યુ છે. અભિનેતાએ એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે હવે તે મુન્ડનનું કામ પણ કરી શકે છે. મનીષ પોલે કહ્યુ કે – હું એક એક્ટર છું, હું શોને હોસ્ટ પણ કરૂ છું. હું લોકડાઉન પછી કામ પર પાછા આવવા માંગુ છું. હવેથી સેટ પર સમયસર આવીશ. હું 12 કલાક કામ કરીશ, ઘરેથી જમવાનું લઈ જઈશ, મારો સ્ટાફ પણ ઘરેથી જમવાનું લાવશે.

જો તમે કોઈ ફિલ્મ, વેબ સિરીઝ અથવા રિયાલિટી શો હોસ્ટ કરી રહ્યાં છો, તો મારો સંપર્ક કરો. હવે હું મુન્ડનને પણ હોસ્ટ કરવા તૈયાર છું.

જો કે આ વાત ખરેખર તો મનીષે રમૂજી શૈલીમાં કરી હતી જે હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે. પોતાની આગવી શૈલીમાં દરેકને હસવા માટે મજબૂર કરનાર આ કલાકાર મજાકમાં ગંભીર વાત કરે છે કે આ લોકડાઉનને કારણે, અભિનેતાને હવે તેના કામનું મહત્વ જાણવા મળ્યું છે અને તે તમામ નિયમો અનુસરવાની વાત કરી રહ્યો છે.

કેટલાયે શો કરી ચુક્યો છે હોસ્ટ
મનીષ પોલે ઇન્ડિયન આઇડલ, ઝલક દિખલા જા, નચ બલીયે જેવા પ્રખ્યાત શોને હોસ્ટ કર્યા છે. કેટલીયે ફિલ્મોમાં કામ કર્યુ છે. લોકડાઉનના કારમે ઘરમા કેદ આ કલાકાર હેવે કંટાળ્યો છે અને કામ પર પરત ફરવા થનગની રહ્યો છે.

આ વીડિયો જુઓ: કાલુપુર ચોખા માર્કેટમાં ભીડ વધતા બંધ કરાવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન