Jayanti Bhanushali Murder Case: Accused Manisha Goswami's Husband Admitted In Hospital
  • Home
  • Ahmedabad
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસ: આરોપી મનીષાનાં પતિની તબિયત લથડી, હૉસ્પિટલમાં કરાયો દાખલ

જયંતિ ભાનુશાળી હત્યા કેસ: આરોપી મનીષાનાં પતિની તબિયત લથડી, હૉસ્પિટલમાં કરાયો દાખલ

 | 11:49 am IST

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે શેખર મારૂ, સુરજીત ભાઉ અને મનીષા ગોસ્વામીની અટકાયત કરી છે. શુક્રવારે આ હત્યાનાં કાવતરામાં સંડોવાયેલી મનીષા ગોસ્વામીને કચ્છમાંથી પકડવામાં આવી હતી. બીજી તરફ મનીષાનાં પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી છે. ગજુ ગોસ્વામીની તબિયત લથડતા તેને હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.

ગજુ ગોસ્વામીને મનીષા વિશે પુછવામાં આવતા તેણે કહ્યું હતુ કે, “જયંતિ ભાનુશાળીની હત્યા ઘણી જ દુ:ખદ છે. અમને પણ તેનાથી ઘણું જ દુ:ખ છે. પાંચ દિવસ પહેલા જ મનીષા કચ્છમાં અમારું કામ ચાલે છે ત્યાં ગઈ હતી. આ કેસમાં તેની સામે ફરિયાદ થવાથી અમે બધા ગભરાયેલા છીએ. હું આ સાંભળીને ડિપ્રેશનમાં આવી ગયો છું. હું હાર્ટ પેશન્ટ છું. મારા બાળકો ગભરાયેલા છે અને મારી પત્નીએ તેનું નામ આવતા ગભરાઇને ફોન બંધ કરી દીધો છે. તેની સાથે અમારે કો સંપર્ક નથી થઈ રહ્યો.”

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હત્યા પછી પણ મનીષા અને શાર્પશૂટરનાં સંપર્કમાં હતા. ટેકનિકલ સર્વેલન્સમાં તેમના લોકેશન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ 3 જાન્યુઆરી, 2019નાં રોજ મનીષા ગોસ્વામી, જયંતિ ભાનુશાળી, સુરજીત ભાઉ અને અન્ય 2 વ્યક્તિઓ મુંબઈથી ફ્લાઇટમાં ભૂજ આવ્યા હતા. ફ્લાઇટની મુસાફરોની યાદીમાં પણ પોલીસને 3 જાન્યુઆરીએ મુસાફરી કરેલા વ્યક્તિઓની યાદીમાં મનીષા, જયંતિ ભાનુશાળી અને સુરજીત ભાઉનાં નામ મળી આવ્યા હતા.