મનીષાએ પોતાનું પહેલું પુસ્તક ધ બુક ઓફ અનટોલ્ડ સ્ટોરીઝ લખ્યું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મનીષાએ પોતાનું પહેલું પુસ્તક ધ બુક ઓફ અનટોલ્ડ સ્ટોરીઝ લખ્યું

મનીષાએ પોતાનું પહેલું પુસ્તક ધ બુક ઓફ અનટોલ્ડ સ્ટોરીઝ લખ્યું

 | 2:24 am IST

અભિનેત્રી મનીષા કોઇરાલાએ પોતાની પહેલી બુક લખી છે. મનીષાએ પોતાની આ પુસ્તકનું નામ ધ બુક ઓફ અનટોલ્ડ સ્ટોરીઝ રાખ્યું છે. સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ પોતાની પુસ્તકનો ફર્સ્ટ લુક શેયર કરી તેને પ્રોત્સાહન આપનાર પેંગ્વિન ઈન્ડિયા અને ગુરવીન ચઢ્ઢાનો આભાર માન્યો હતો. અભિનેત્રીને વર્ષ ૨૦૧૨માં કેન્સરનું નિદાન થયું હતું. પોતાના આ દુઃખની ગાથા મનીષાએ આ બુકમાં લખી છે તેમ જ આ દુઃખદ અનુભવ સાથે એક આશાના કિરણની વાત પણ જણાવી છે. હિંમત ન હારવાની સલાહ તેમ જ અન્યોને પ્રેરણા આપતી મનીષા કોઇરાલાની આ બુક આવતા વર્ષે રિલીઝ થશે.