'સંજૂ' ફિલ્મથી પુનરાગમન કરનાર મનિષા કોઇરાલાએ કહ્યું, "ભગવાને મને બીજી તક આપી છે" - Sandesh
NIFTY 10,840.50 +53.55  |  SENSEX 35,663.64 +180.17  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સંજૂ’ ફિલ્મથી પુનરાગમન કરનાર મનિષા કોઇરાલાએ કહ્યું, “ભગવાને મને બીજી તક આપી છે”

‘સંજૂ’ ફિલ્મથી પુનરાગમન કરનાર મનિષા કોઇરાલાએ કહ્યું, “ભગવાને મને બીજી તક આપી છે”

 | 10:33 am IST

મનીષા કોઇરાલા અત્યારે સંજય દત્તનાં જીવન પર બનેલી ફિલ્મ ‘સંજૂ’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે નર્ગિસનું પાત્ર ભજવ્યુ છે. તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે હવે પ્રેમમાં પડવા નથી ઇચ્છતી અને પોતાના કેરિયર પર ધ્યાન આપવા ઇચ્છે છે. મનીષાએ કહ્યું કે તે હવે ઉંમરનાં આ પડાવ પર પ્રેમ અને સંબંધોમાં તૂટી જવા નથી ઇચ્છતી. ભગવને તેને બીજી તક આપી છે અને તે સંપૂર્ણ રીતે તેને પોતાના કેરિયર પર લગાવવા ઇચ્છે છે.

મનીષાએ પોતાના જીવનની વાસ્તવિકતા જણાવતા કહ્યું કે બીમારી પછી તેને જીવનની વાસ્તવિકતા અને મહત્વ વિશે ખબર પડી. કેન્સરની બીમારીનો સામનો કરી ચુકેલી મનિષા કોઇરાલા ‘સંજૂ’ ફિલ્મમાં નરગિસનો રૉલ ભજવશે જે ખુદ પણ કેન્સરથી પીડિત હતી. મનિષાએ કહ્યું કે, “એ પીડા સહન કર્યા પછી ફરી તેને સહવા માટે ઘણા જ સાહસની જરૂર હતી. મે નરગિસનાં હાવ-ભાવ, ઢબ અને આત્મિકરૂપને નિભાવવાની કોશિશ કરી છે.”