સહાનુભૂતિ દર્શાવવા કાશ્મીર ગયેલા મણિશંકર ઐય્યર પાછા ધકેલાયા - Sandesh
  • Home
  • Featured
  • સહાનુભૂતિ દર્શાવવા કાશ્મીર ગયેલા મણિશંકર ઐય્યર પાછા ધકેલાયા

સહાનુભૂતિ દર્શાવવા કાશ્મીર ગયેલા મણિશંકર ઐય્યર પાછા ધકેલાયા

 | 4:40 pm IST

કોંગ્રેસ નેતા અને  પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐય્યરની સાથે પત્રકાર પ્રેમ શંકર ઝાને શ્રીનગરના મહારાજા હરિસિંહ હોસ્પિટલમાં લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો. ગુરુવારે ઐય્યર કાશ્મીરમાં ચાલતા વિરોધ પ્રદર્શનો અને  તે દરમિયાન ઘાયલ થયેલા લોકોને મળવા હોસ્પિટલ ગયા હતા. આ બંનેને વોલન્ટિયર્સો અને હોસ્પિટલમાં આવેલા અટેન્ડન્ટ્સના ભારે વિરોધને કારણે ત્યાંથી પાછા ફરી જવું પડ્યું હતું.

ઐય્યર અને ઝા એક પ્રતિનિધિમંડળનો હિસ્સો હતા. આ પ્રતિનિધિમંડળમાં એક્ટિવિસ્ટ અને પત્રકાર શામેલ હતા. જોકે પત્રકારોને હોસ્પિટલમાં ઘાયલો સાથે મળવા દેવાયા હતા. હોસ્પિટલમાં હાજર રહેલા સ્થાનિક લોકોએ ઐય્યરને કહ્યું કે તેઓ હત્યારાઓ સાથે હાથ મેળવવા નથી ઈચ્છતા.

સૂત્રોનું કહેવું છે કે ઘાયલોએ પત્રકારો અને એક્ટિવિસ્ટોના સમુહ સાથે મુલાકાત કરી અને તેમને  કાશ્મીરમાં હાલની સ્થિતિ અંગે જાણકારી આપી. હોસ્પિટલના આંખ વિભાગે પત્રકારોને ઘાયલોની તસવીર લેવાની અનુમતિ ન આપી. આ હોસ્પિટલમાં મોટેભાગે પેલેટ ગનથી પીડિતોને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેમની સામે ભારત વિરોધી નારાઓ પણ લગાવાયા.

ઐય્યર હોસ્પિટલ પહોંચતા જ કાશ્મીરીઓએ “ગો ઈન્ડિયા ગો બેક”ના નારા લગાવ્યા. દસ લોકોના આ ગ્રુપમાં સોશિયલ એક્ટિવિસ્ટ શબનમ હાશ્મી, પૂર્વ વાઈસ માર્શલ કપિલ કાક અને અન્ય લોકો પણ શામેલ હતા. આ ડેલિગેશનને લોકોએ કહ્યું કે તે હવે આઝાદી સિવાય કઈં ઈચ્છતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન