Anurag Kashyap's Manmarziyan's Trailer Released
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મનમર્ઝિયાં’નું રૉમાન્સથી ભરેલું ટ્રેલર રિલીઝ, અભિષેક બચ્ચન અને વિક્કી કૌશલનો છે આવો અંદાજ

‘મનમર્ઝિયાં’નું રૉમાન્સથી ભરેલું ટ્રેલર રિલીઝ, અભિષેક બચ્ચન અને વિક્કી કૌશલનો છે આવો અંદાજ

 | 1:27 pm IST

લાંબા સમય પછી અભિષેક બચ્ચન એકવાર ફરી મોટા પડદા પર ‘મનમર્ઝિયાં’ ફિલ્મથી પુનરાગમન કરી રહ્યો છે. રોમાન્સથી ભરેલા આ ટ્રેલરમાં વિક્કી કૌશલ, તાપસી પન્નૂ અને અભિષેક બચ્ચનનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બધાથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે એક્ટર વિક્કી કૌશલ, જેને આ પહેલા ભાગ્યે જ તમે જોયો હોય. તેની હેર સ્ટાઇલથી લઇને કપડા સુધી દરેક બાબતે વિક્કી કૌશલ ટ્રેલરમાં છવાયેલો જોવા મળી રહ્યો છે.

ટ્રેલરમાં રૂમી એટલે કે તાપસી પન્નૂ અને વિક્કી એટલે કે વિક્કી કૌશલ એકબીજાને પાગલોની માફક પ્રેમ કરે છે. તેઓ પ્રેમમાં ઘરેથી ભાગવાની તૈયારીમાં છે, જો કે વિક્કીનાં ઢીલા વ્યવહારનાં કારણે રૂમી કહે છે કે જો તે એક દિવસમાં તેના ઘરે ના આવ્યો તો તે કોઇ બીજા સાથે લગ્ન કરી લેશે. અહી અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે જે રૂમી સાથે લગ્ન કરવા પહોંચે છે. જો કે આગળ શું થાય છે તે ફિલ્મ જોઇને જ ખબર પડશે.

આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે, જ્યારે આનંદ એલ. રાયે પ્રોડ્યુસ કરી છે. આ પહેલા અનુરાગ અને આનંદ એલ. રાયે ‘મુક્કાબાજ’ ફિલ્મ કરી હતી.