વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફરની યાદીમાં મોદી નહીં, મનમોહનસિંહ - Sandesh
  • Home
  • World
  • વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફરની યાદીમાં મોદી નહીં, મનમોહનસિંહ

વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફરની યાદીમાં મોદી નહીં, મનમોહનસિંહ

 | 3:33 pm IST

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મંગળવાર 18ઓકટોબરે 14મો અને અંતિમ વિધિવત રાજ્યાભિષેક સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં ઈટાલીના વડાપ્રધાન મેટો રેજી અન તેમનાં પત્ની અગનેસી મુખ્ય અતિથિ હતાં.

કાર્યક્રમમાં બધુ જ ભવ્ય હતું. 400 જણાંને સમારોહ માટે આમંત્રણ અપાયા હતાં. વળી આ પ્રસંગ વ્હાઈટ હાઉસના ફોટોગ્રાફર પેટે સૂજા માટે ખાસ મહત્વ ધરાવતો હતો. છેલ્લાં આઠ વર્ષથી તેઓ ઓબામાની દરેક પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્ટેટ ડિનરમાં પણ તેઓ ઓબામાની સાથે જ રહેતાં હતાં. તેમણે 14માં સ્ટેટ મીટમાં ક્લિક કરેલા શ્રેષ્ઠ ફોટા પસંદ કર્યા હતાં.

આ ફોટામાં ટોચનું સ્થાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમના પત્ની ગુરશરણ કૌરને અપાયું હતું. ઓબામાએ પાઠવેલા આમંત્રણને પગલે મનમોહનસિંહ 24 નવેમ્બર 2009એ વ્હાઈટ હાઉસ ગયા હતાં. ત્યારે ઓબામા સત્તા પર આવ્યા હતા અને પ્રથમ રાજ્યભિષેક સંમેલન હતું. ફોટોમાં મિશેલ ઓબામા ગુરશરણ કૌર અને ઓબામા મનમોહનસિંહને સાથે લઈ જતાં દેખાય છે. સૂજાની ફોટો સીરિઝમાં જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકેય તસવીરને સ્થાન મળ્યું નથી. મોદી જૂન 2016માં અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતાં.

આ અંગે સૂજાએ જણાવ્યું હતું કે તેમણે કેટલાક ખાસ પ્રકારના ફોટા પસંદ કર્યા છે. આ સીરિઝમાં તેમણે ઔપચારિક અને પડદા પાછળના ફોટા પસંદ કર્યા છે. તેમાં ડીનર કે બેઠકના ફોટાનો સમાવેશ થતો નથી.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, મેક્સિકોના પ્રમુખ ફિલિપ કાલ્ડ્રેન, જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ, ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદ, જાપાનના વડાપ્રધાન શિંજો આબે, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરુન અને પોપ ફ્રાન્સિસના ફોટોનો સૂજોની યાદીમાં સમાવેશ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન