મનમોહનનો મોદી સરકાર પર હુમલો, કહ્યું અર્થતંત્રની પડતીની થઈ શરૂઆત - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મનમોહનનો મોદી સરકાર પર હુમલો, કહ્યું અર્થતંત્રની પડતીની થઈ શરૂઆત

મનમોહનનો મોદી સરકાર પર હુમલો, કહ્યું અર્થતંત્રની પડતીની થઈ શરૂઆત

 | 5:17 pm IST

મોદી સરકાર દ્વારા રૂ.500 અને રૂ. 1000ની નોટ પરત ખેંચાવાને કારણે ભારતનું અર્થતંત્ર ખરાબ માંથી વધું ખરાબ તરફ આગળ વધી ગયું છે પણ હજી સૌથી ખરાબ આવવાનું બાકી છે એવું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે કહ્યું હતું.

દિલ્હીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સંમેલનમાં બોલતા મનમોહનસિંહ કે જે ખુદ એક ગણમાન્ય અર્થશાસ્ત્રી છે તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ અર્થતંત્રને વધું ગતિશીલ બનાવવાનો દાવો કર્યો હતો તે બોદો નિકળ્યો છે. નોટબંધીનું પગલું વિનાશક હતું. તેણે અર્થતંત્ર પર નકારાત્મક અસર કરી છે અને સૌથી ખરાબ હજી આવવાનું બાકી છે. તેમ તેમણે જન વેદના સંમેલનમાં કોંગ્રેસ કાર્યકરોને કરેલા સંબોધનમાં  કહ્યું હતું.

ભારતના આર્થિક સુધારાના પ્રણેતા માનવામાં આવતા મનમોહનસિંહે 90ના દાયકામાં દેશના અર્થતંત્રની દિશા બદલી નાંખી આર્થિક સુધારાઓ કરીને દેશને વિકાસના રસ્તા પર લઈ ગયા હતા તેમણે નવેમ્બરમાં જ કહ્યું હતું કે નોટબંધીને કારણે જીડીપીમાં માં બે ટકાનો ઘટાડો થશે. તેમણે ભાર પૂર્વ કહીને દાવો કર્યો હતો કે મોટા ભાગની એજન્સીઓના રેટિંગમાં ઘટાડો જોવા મળશે. અને તેને પગલે આર્થિક વિકાસ દર 7.6 ટકા પરથી ઘટીને 7 ટકા અને સૌથી નીચો દર 6.3 સુધી જશે. પરિણામે લોકોના રોજગારમાં ઘટાડો, ખેતપેદાશોમાં તેમજ અસામાન્ય ક્ષેત્રોમાં નકારાત્મક અસરો અનુભવાશે. જે દેશની આવકમાં 45 ટકા ફાળો આપે છે.

સિનિયર કોંગ્રેસ નેતા પી ચિંદબરમે પણ કહ્યું હતું કે તમામ વિરોધપક્ષ એક સૂરે કહે છે કે ભારતીય અર્થતંત્ર નબળું પડ્યું છે અને લાખો લાકોને મુશ્કેલીઓ વેઠવી પડી છે. ચિંદબરમે કહ્યું કે નાણાંપ્રધાન અરુણ જેટલી સિવાય દુનિયામાં કોઈ એમ કહેતું નથી કે ભારતને નોટબંધીને પગલે અસર નહિં થાય. તેમ એએનઆઈના અહેવાલમાં બુધવારે કહેવામાં આવ્યું હતું.

કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી તે પછી ચિંદબરમ બોલ્યા હતા. ગાંધીએ આરોપ મૂક્યો હતો કે ભાજપે દરેક ક્ષેત્રોને નબળા બનાવ્યા પછી તે દેશનું અર્થતંત્ર હોય કે રિઝર્વબેંક હોય કે પછી દેશનું ન્યાયતંત્ર હોય કે પછી ચૂંટણીપંચ હોય.