manmohan singh admitted in aiims for fever
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ

પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ

 | 7:17 pm IST
  • Share

  • પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી
  • તાવની ફરિયાદ બાદ કરાયા દાખલ
  • તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ
  • 88 વર્ષની ઉંમરે કરવામાં આવ્યા દાખલ

પૂર્વ PM મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ સાંજે 6.15 મિનિટે એઈમ્સમાં દાખલ કરાયા છે. વર્ષ 2004થી 2014 સુધી PM રહી ચૂકેલા મનમોહન સિંહ આ વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને 19 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી 29 એપ્રિલે તેમને રજા આપવામાં આવી હતી. તેમની ઉંમર 88 વર્ષની છે. તેમને ડાયાબિટિસની ફરિયાદ પણ હતી.

થઈ ચૂકી છે 2 બાયપાસ સર્જરી

પૂર્વ PM મનમોહન સિંહની પહેલા પણ 2 બાયપાસ સર્જરી થઈ છે. તેમની પહેલી સર્જરી 1990માં યૂનાઈટેડ કિંગડમમાં થઈ. બાદમાં 2009માં તેમની અન્ય બાયપાસ સર્જરી કરાઈ હતી. ગયા વર્ષે મે મહિનામાં તેમને તાવની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો