Manmohan Singh Write letter to PM Modi for Nehru Legacy
  • Home
  • Featured
  • મનમોહન સિંહે PM મોદીને પત્ર લખીને નહેરૂ મેમોરિયલ અંગે કહ્યું કે…

મનમોહન સિંહે PM મોદીને પત્ર લખીને નહેરૂ મેમોરિયલ અંગે કહ્યું કે…

 | 10:31 am IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તીન મૂર્તિ ભવનમાં આવેલ નહેરૂ મેમોરિયલની સાથે કોઇપણ રીતે છેડછાડ ના કરવાનો આગ્રહ કર્યો છે. મનમોહન સિંહે લખ્યું છે કે પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂ માત્ર કૉંગ્રેસના નેતા જ નહોતા પરંતુ આખા દેશના નેતા હતા.

પૂર્વ વડાપ્રધાને હાલના વડાપ્રધાનને કહ્યું કે તમારી સરકાર એજન્ડાની સાથે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની સંરચનામાં ફેરફાર કરવામાં લાગી છે. આથી તમારી પાસે આશા વ્યક્ત કરીએ છીએ કે તમે આમ ના કરો.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ પોતાના છ વર્ષના કાર્યકાળમાં તીન મૂર્તિ ભવનની સાથે છેડછાડ કરી નહોતી, પરંતુ દુર્ભાગ્યવશ વર્તમાન સરકાર એજન્ડાની અંતર્ગત આમ કરી રહી છે.

આ દરમ્યાન મનમોહન સિંહે પોતાના પત્રમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના એ ભાષણને પણ યાદ કર્યું, જે તેમણે લોકસભામાં જવાહર લાલ નહેરૂના નિધન બાદ આપ્યું હતું. આ ભાષણમાં વાજપેયીએ નહેરૂના ખૂબ વખાણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર તીન મૂર્તિ ભવનની અંદર જ દેશના તમામ વડાપ્રધાન સાથે જોડાયેલ એક સંગ્રહાલય બનાવાની યોજના પર કામ કરી રહી છે.