મન કી બાતમા PM મોદીએ કહ્યું, યુવાઓ માટે દિલ્હીમાં યોજાય મોક પાર્લામેન્ટ - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મન કી બાતમા PM મોદીએ કહ્યું, યુવાઓ માટે દિલ્હીમાં યોજાય મોક પાર્લામેન્ટ

મન કી બાતમા PM મોદીએ કહ્યું, યુવાઓ માટે દિલ્હીમાં યોજાય મોક પાર્લામેન્ટ

 | 9:52 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. તેમણે આ 39મી મનકી બાતની શરૂઆતમાં સૌથી પહેલા દેશાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. તેમજ ટ્વિટર પર લોકોએ આપેલા પ્રતિસાદના વખાણ કર્યા હતા.

દિલ્હીમાં યોજાય મોક પાર્લામેન્ટ
આવતી કાલનો દિવસ મારા દ્રષ્ટિથી સ્પેશિયલ દિવસ છે. 1 જાન્યુઆરી દર વર્ષે આવે છે. પણ સ્પેશિયલ એ રીતે કે, જેઓ વર્ષ 2002 કે તેના બાદ જન્મ્યા છે, તે 1 જાન્યુઆરી, 2018થી એલિજિબિલ વોટર્સ બનવાની શરૂઆત થઈ જશે. આ ન્યૂ ઈન્ડિયા વોર્ટસનું અમે સ્વાગત કરીએ છે. તમે પોતાને નવા વોટર્સ તરીકે પોતાની નોંધણી કરો. તમારો વોટ ન્યૂ ઈન્ડિયાનો આધાર બનશે. લાખો લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ લાવવા માટે વોટ પ્રભાવશાળી માધ્યમ છે. ભારતીય લોકતંત્ર 21મી સદીના વોટર્સનું સ્વાગત કરે છે.

આ ઈન્ડિયા યૂથ આગળ આવે અને નક્કી કરે કે કેવુ ભારત બનાવવું. તમે પણ આગળ વધો અને દેશને પણ આગળ વધારો. આપણે ચિંતન કરીએ કે, કેવી રીતે આપણે એ ભારતનું નિર્માણ કરીએ, જેનું સપનુ મહાપુરુષોએ જોયું હતું. સમયની માંગ છે કે, આપણે સશક્ત અને દિવ્ય ભારત માટે જનઆંદોલનની શરૂઆત કરીએ. અમે ઈચ્છીએ છીએ કે, દિલ્હીમાં એક મોક પાર્લામેન્ટનું આયોજન કરીએ, જેમાં દરેક જિલ્લાના યુવકો હોય. યુવા નવા ભારતનું નિર્માણ માટે મંથન કરે અને નવા રસ્તા શોધે. નવું ભારત સાંપ્રદાયિકતા, જાતિવાદથી સમગ્ર રીતે મુક્ત હોય.

મુસ્લિમ મહિલાઓ હજ પર એકલી જઈ શકે છે
જો કોઈ મુસ્લિમ મહિલા હજ પર જવા ઈચ્છે, તો તે હવે કોઈ પણ પુરુષના સાથ વગર જઈ શકે છે. જ્યારે મેં પહેલીવાર આ સાંભળ્યું તો મને થયું કે આવું ડિસ્ક્રિમિનેશન કેમ? આવા નિયમો કેમ? આઝાદીના 70 વર્ષ પછી આવા પ્રતિબંધો આપણે જ લગાવીએ છીએ. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થતો આવ્યો છે. પરંતુ અમારી સરકારે તેના પર ધ્યાન આપ્યું. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સે તેના માટે જરૂરી પગલાં લીધા અને 70 વર્ષથી ચાલતી આ પરંપરાને નષ્ટ કરી. દશકોથી મુસ્લિમ મહિલાઓને આ અધિકારી આપવામાં નહોતો આવ્યો. હવે અમારી સરકારે આ પ્રતિબંધ હટાવી લીધો છે. હવે તે મહરમ વગર હજ જઈ શકે છે. અમે અલ્પસંખ્યક મંત્રાલયને સૂચન આપ્યુઁ છે કે, સામાન્ય રીતે હજ માટે લોટરી સિસ્ટમ હોય છે, પરંતુ હું ઇચ્છું છું કે એકલી મહિલાઓને આ લોટરી સિસ્ટમમાંથી બહાર રાખવામાં આવે અને તેમને સ્પેશિયલ કેટેગરીમાં આ મોકો આપવામાં આવે. ભારતની વિકાસયાત્રા તેની
નારીશક્તિ પર જ આગળ વધી છે.

સ્વચ્છતાનો સરવે કરવામાં આવશે
4 જાન્યુઆરીથી 4000 શહેરોમાં 40 કરોડ લોકોની વચ્ચે સ્વચ્છતા સરવે કરવામાં આવશે. જેમાં ખુલ્લામાં શૌચ મુક્તિ, સફાઈનું કામ જોવામાં આવશે. તેમાં એ પણ જોવામાં આવશે કે, શું એવી વ્યવસ્થા બનાવવામાં આવી છએ કે, સ્વચ્છતા લોકોની આદત બની જાય. સ્વચ્છતાને લઈને સંકલ્પ પૂરો કરવાનો છે. તેમણે કહ્યું કે, 2 ઓક્ટોબર 2014ના રોજ બાપુના જન્મદિવસે આપણે ગંદકીથી મુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. બાપુ સ્વચ્છ ભારતના સંકલ્પ માટે ઝૂઝતાં રહ્યાં. આપણે આ જ સંકલ્પને આગળ વધારવાનું નક્કી કરેલું. તેના પ્રયાસો આખા દેશમાં થઇ રહ્યા છે. આ સર્વેમાં શહેરોમાં ખુલ્લામાં શૌચથી મુક્તિ, કચરાનું કલેક્શન, કચરાનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ, કચરાને લઇ જવા માટે વાહનવ્યવહારની વ્યવસ્થા, બિહેવિયરલ ચેન્જના પ્રયત્નો, કેપેસિટી બિલ્ડીંગ, સ્વચ્છતાના ઇનોવોટિવ પ્રયાસ અને સ્વચ્છતાના કામ માટે જન ભાગીદારી, વગેરેનો સમાવેશ થાય છે.

પીએમ મોદીની મન કી બાત…

  • 26 જાન્યુઆરી આપણા માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ગણતંત્ર દિવસ પર 10 વિદેશોના નેતા આવશે. આવું પહેલા ક્યારેય નથી થયું.

  • પીએમ મોદીએ કહ્યું કે, અંજુમ બશીર ખાનની સ્ટોરી વિશે ખબર પડી. તેમણે કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં ટોપ કર્યું. આતંકવાદીઓએ તેમના પૈતૃક ઘર બાળી નાખ્યું હતું. નાના બાળકે આ બધુ જોયું હતું. પરંતુ અંજુમ આશા ન છોડી. તેણે વિપરિત હાલતમાંથી બહાર આવીને સફળતાની સ્ટોરી જાતે લખી. અંજુમે સાબિત કર્યું કે, પરિસ્થિતિ કેટલીય ખરાબ ન હોય, પણ સફળતાથી જ નિષ્ફળતાને ધ્વસ્ત કરી શકાય.

  • મન કી બાત માટે તમારા પત્રો મારા માટે ઉર્જા લઈને આવે છે. કેટલાક કલાકોમાં વર્ષ બદલાઈ જશે. પણ આપણી વાતોનો સિલસિલો ચાલુ રહેશે. નવા વર્ષમા નવી વાતો કરશું, નવા અનુભવો શેર કરશું. તમને 2018ના વર્ષની અનેક શુભકામનાઓ.

પીએમ મોદીએ થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે, વર્ષનું અંતિમ દિવસે 2017ના મન કી બાતનું અંતિમ સંસ્કરણ પ્રસારિત થશે. 31 ડિસેમ્બરના રોજ થનારા આ કાર્યક્રમ માટે હું તમારા વિચારો જાણવા માગું છું. તેમણે કહ્યું હતું કે, 1800-11-7800 ડાયલ કરો અને મન કી બાત માટે સંદેશ રેકોર્ડ કરો. તમે માયજીઓવી ઓપન ફોરમ પર પણ તમારા વિચારો રજૂ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ #MannKiBaat માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર વર્ષ 2017 દરમિયાન સૌથી વધુ ટ્રેન્ડ કરનારું હેશટેગ રહ્યું હતું.