હરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ

હરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ

 | 3:21 pm IST

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને લઈને લીધેલો નિર્ણય વિવાદોમાં સપડાતો નજરે પડી રહ્યો છે. ખટ્ટાર સરકારે આદેશ આપ્યો હતો કેમ રાજ્યના ખેલાડીઓ જાહેરાતો અને પ્રોફેશનલ સ્પોર્ટ દ્વારા જે પણ કમાણી કરે છે તેના 33 ટકા હરિયાણા સ્પોર્સ્ટસ કાઉંસિલમાં જમા કરાવે. આ પાછળ સરકારનો વિચિત્ર તર્ક એવો હતો હતો કે, આ પૈસાનો ઉપયોગ રાજ્યમાં રમતના વિકાસ પાછળ ખર્ચ થશે.

ખેલાડીઓનું વેતન પણ કપાશે

આ ઉપરાંત ખટ્ટર સરકાર દ્વારા આપવામાં આવેલામાં વધુ એક વિવાદાસ્પદ બાબનો પણ ઉલ્લેખ છે. આદેશમાં ખેલાડીઓને લઈને જણાવવામાં આવ્યું છે કે, જેમને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવી છે તેઓ હવે જાહેરાતો કે પ્રોફેશનલ ઈવેંટ્સ માટે રજાઓ લેશે તો તેમનો પગાર પણ કાપવામાં આવશે.

આમ થશે તો આપવી પડશે પુરે પુરી આવક

આ આદેશમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે, જો કોઈ ખેલાડી સરકારની મંજૂરી વગર કોઈ કંપનીની જાહેરાત કરહે કે પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ભાગ લેશે તો તેનાથી થનારી આખે આખી આવક સરકારી ખાતામાં જમા થઈ જશે. ખટ્ટર સરકારનો આ આદેશ 30 એપ્રિલ, 2018ના સરકારી ગજટને નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. આ આદેશ હરિયાણા સરકારમાં રમત અને યુવા બાબતોના વિભાગના મુખ્ય સચિવ અશોક ખેમકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

આ ખેલાડીઓ પર પડશે અસર

હરિયાણા એક એવું રાજ્ય છે જ્યાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોના ખેલાડીઓ બહાર આવે છે જેમને ઓલિમ્પિક સહિત અન્ય રમતોમાં પણ ભારતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. જેમાં બોક્સર વિજેન્દ્ર સિંહ, પહેલવાન સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, ગીતા ફોગાટ, બબીતા ફોગાટ જેવા મોટા નામ શામેલ છે. જાહેર છે કે, સરકારના આદેશથી આ તમામ ખેલાડીઓની આવક પર અસર થશે.

બબિતા ફોગાટના અણિયાળા સવાલ

મહિલા પહેલવાન બબિતા ફોગાટે હરિયાણા સરકારના આ આદેશ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, શું સરકારને એ વાતની જાણ છે કે, એક ખેલાડી કેટલી આકરી મહેનત કરે છે? તેઓ ખેલાડીઓની આવકનો 33 ટકા ભાગ માંગી જ કઈ રીતે શકે? હું આ વાતનું બિલકુલ સમર્થન નથી કરતી. આ મામલે સરકારે કમસે કમ અમારી સાથે વાતચીત કરવી જોઈતી હતી.