#ManoharParikkar : Parrikar's Last Rites In Panaji On March 2018
  • Home
  • Featured
  • પંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ

પંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ

 | 9:35 am IST

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પારિકરનું રવિવાર સાંજે 63 વર્ષની વયે નિધન થયું. પારિકરને એડવાન્સડ પૈંક્રિયાટિક કેન્સરની બીમારી હતી, તેમને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ખબર પડી હતી. ત્યારબાદ તેમણે ગોવા, મુંબઇ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર કરાવી. આજે મનોહર પારિકરના અંતિમ સંસ્કાર કરાશે. ભારત સરકારે આજે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, આ દરમ્યાન સરકારી ઓફિસોમાં તિરંગો અડધી કાંઠીએ રહેશે. મનોહર પારિકરના અંતિમ સંસ્કારને લઇ તમામ અપડેટ્સ

– મનોહર પારિકરના દિકરાએ વૈદિક વિધિ-રીતિ રિવાજ સાથે આપી મુખાગ્નિ. 

– અંતિમ સંસ્કાર પહેલા પારિકરને સેનાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી અંતિમ શ્રદ્ધાંજલિ.

– મનોહર પારિકરની અંતિમ યાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જય ના નારા.

– મનોહર પારિકરની અંતિમ યાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જય ના નારા. 

– ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અંતિમ સંસ્કાર કરવાના છે તે સ્થળે હાજર.

– પારિકરની અંતિમ સંસ્કારની તૈયારીઓ લગભગ પૂર્ણ.

– જીવનભર સામાન્ય માણસ બનીને રહેલા મુખ્યમંત્રી પારિકરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

– થોડી જ વારમાં ગોવાના મીરામાર બીચ પર મનોહર પારિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

– પારિકરની અંતિમ યાત્રામં મોટી સંખ્યામાં તેમના ચહકો હાજર.

– ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પારિકરના નશ્વર દેશને કલા એકેડમીએ મીરામાર બીચ લઈ જવામાં આવી રહ્યો છે.

– ચારકોલથી તસવીર બનાવી અમરોહાના આર્ટિસ્ટ મોહમ્મદ જુહૈબએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપી.

– પણજીમાં મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપતા સ્મૃતિ ઇરાની થઇ ગયા ભાવુક

– શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ પારિકરના બંને દીકરાઓ સાથે મુલાકાત કરી. તેઓ ઘણા સમય સુધી તેમની આગળ મૌન ઉભા રહ્યા. પારિકરના બે દીકરામાંથી એક એન્જિનિયર છે. જ્યારે બીજો દીકરો પોતાનો બિઝનેસ કરે છે. પારિકરના પત્નીનું 2000ની સાલમાં કેન્સરથી નિધન થયું હતું.

– પીએમ મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, અને રાજ્યપાલ મૃદુલા સિન્હા દિવંગત સીએમ પારિકરના પરિવારજનો સાથે વાત કરતા

દિવંગત સીએમ પારિકરના પરિવારની સાથે વાત કરતાં પીએમ નરેન્દ્ર મોદી , દિવંગત પારિકરને અંતિમ વિદાય આપતા પીએમ મોદી 

 

– PM મોદી મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોવા પહોંચ્યા, BJP ઓફિસમાં પારિકરને આપી શ્રદ્ધાંજલિ. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પણ પહોંચ્યા ગોવા

– બે વાગ્યે નવા સીએમનું નામ નક્કી થઇ જશે. ત્રણ વાગ્યે શપથ વિધિ : વિનય તેંડુલકર, ગોવા ભાજપના પ્રમુખ

– મનોહર પારિકરનું દિવંગત થતાં જ કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવાનો દાવો રજૂ કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટી એ રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે, એવામાં તેમને સરકાર બનાવા માટે બોલાવામાં આવે.

– ગોવાના આગળના મુખ્યમંત્રીને લઇ બપોરે બે વાગ્યા સુધીમાં નિર્ણય, ત્રણ વાગ્યા પછી શપથગ્રહણ સમારંભ: ગોવા બીજેપી ચીફ

–   દિવંગત ગોવા સીએમ મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડીકવારમાં ગોવા જવા માટે પીએમ મોદી થશે રવાના

– ભાજપાની ગોવા ઓફિસમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતા મનોહર પારિકરના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. આપને જણાવી દઇએ કે ભાજપ ઓફિસમાં થોડીક વાર નશ્વર દેહ મૂકયા બાદ કલા અકાદમી લઇ જવાશે

– ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનો નશ્વર દેહ ભાજપના કાર્યાલયમાં લવાઇ રહ્યો છે

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું નિધન
– આજે રાજકીય સમ્માનની સાથે થશે અંતિમ સંસ્કાર
– કેન્દ્રીય કેબિનેટમાં થશે રાષ્ટ્રીય શોકની જાહેરાત
– ગોવામાં સાત દિવસનો રાજકીય શોક
– મનોહર પારિકરની અંતિમ યાત્રા માટે ટ્રક તૈયાર

– મનોહર પારિકના અંતિમ વિદાયનો કાર્યક્રમ : અંતિમ યાત્રામાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સિવાય કેટલાંય કેન્દ્રીય મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી થશે સામેલ
-9.30 વાગ્યે – અંતિમ દર્શન માટે ભાજપા ઓફિસમાં મૂકાશે નશ્વર દેહ
– 10.30 વાગ્યે – કલા અકાદમીમાં સામાન્ય લોકો માટે મૂકાશે નશ્વર દેહ, કરી શકશે અંતિમ દર્શન
– સાંજે 4 વાગ્યે – કલા અકાદમીથી મીરામર સુધી અંતિમ યાત્રા
– સાંજે 5 વાગ્યે – અંતિમ સંસ્કારની પ્રક્રિયા

– અંતિમ દર્શન માટે તમામ તૈયારીઓ પૂરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન