manoj bajpayee born in bihar Know unknown Fact Bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લાઇમલાઇટથી દૂર છે મનોજ વાજપેયીની બીજી પત્ની, સંઘર્ષમા પહેલી પત્નીએ છોડ્યો હતો સાથ

લાઇમલાઇટથી દૂર છે મનોજ વાજપેયીની બીજી પત્ની, સંઘર્ષમા પહેલી પત્નીએ છોડ્યો હતો સાથ

 | 10:33 am IST
  • Share

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા કેટલાયે કલાકારો છે જે પોતાના દમ પર અલગ ઓળખ ઉભી કરી છે. અભિનેતા મનોજ વાજપેયી આવા જ એક્ટર છે. મનોજ વાજપેયીનો જન્મ 23 એપ્રિલ 1969ના બિહારમાં પશ્ચિમી ચમ્પારણ જિલ્લાના નાનકડા ગામડામાં થયો હતો. મનોજ વાજપેયીને બાળપણથી જ ફિલ્મોનો શોખ હતો. અમિતાભને ફિલ્મોમાં જોઇને મનોજ અભિનય કરવા ઇચ્છતા હતા.

મનોજ વાજપેયીની એક્ટીંગ જેટલી કમાલ છે એટલો જ તેમણે સંઘર્ષ કર્યો છે. ચાર ચાર વખત નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં તેમના અભિનયને નકાર્યા પછી તેમની પ્રતિભાની પીછાણ થઇ. સંઘર્ષનો એ સમય એટલો ખરાબ હતો કે અભિનેતાએ એક સમયે તો આત્મહત્યા કરી લેવાનું વિચારી લીધુ હતુ. આ સમયે તેમને રધુવીર યાદવે બૈરી જ્હોનના એક્ટીંગ વર્કશોપ કરવાની સલાહ આપી.

મનોજ વાજપેયીએ 1994માં ફિલ્મ દ્રોહકાલથી શરૂઆત કરી. આ ફિલ્મમાં મનોજનો એક નાનકડો રોલ હતો થોડા સમય માટે જ સ્ક્રીન પર આવીને જતા રહ્યા. મનોજની પત્નીનું નામ નેહા વાજપેયી છે. નેહા બોલિવુડમાં અભિનેત્રી છે. નેહાનું અસલી નામ શબાના રજા છે. ફિલ્મ કરીબની રિલીઝ વખતે મનોજ અને નેહાની મુલાકાત થઇ હતી.

મનોજના નેહા સાથે બીજા લગ્ન છે. પહેલી પત્ની સંઘર્ષને જોતા મનોજનો સાથ છોડીને જતી રહી હતી. મનોજ વાજપેયીએ સત્યા અને કૌન, શૂલ, ઝૂબેદા, પિંજર, એલઓસી કારગીલ, રાજનીતિ, આરક્ષણ, સ્પેશિયલ 26, અલીગઢ, સોનચીડિયા, ગલી ગુલિયા જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો સિવાય મનોજ OTT પ્લેટફોર્મ પર વ્યસ્ત છે. પ્રાઇમ વીડિયોની સીરીઝ ધ ફેમિલી મેનમાં શ્રીકાંતની ભૂમિકા દર્શકોને ખુબ પસંદ આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો