manoj bajpayee on kangana ranaut bollywood statement
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગનાના હંગામા પર મનોજ બાજપેયીનો સણસણતો જવાબ, કહ્યું-એક મોટું કારણ છે કે જેના લીધે…

કંગનાના હંગામા પર મનોજ બાજપેયીનો સણસણતો જવાબ, કહ્યું-એક મોટું કારણ છે કે જેના લીધે…

 | 10:01 pm IST

કંગના રનૌત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. બીએમસી અને શિવસેના સાથેની લડત બાદગ કંગના એક હોટ ટોપિક બનીને ઉભરી આવી છે. ભૂતકાળમાં ડ્રગ્સના કેસમાં કંગનાએ આખી ઈન્ડસ્ટ્રીને દોષી ઠેરવી હતી. કંગનાએ હાલમાં પણ લખ્યું છે કે ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં કોકિન સૌથી લોકપ્રિય દવા છે. હવે મનોજ બાજપેયીએ આ આખા મામલે પોતાનો જવાબ આપ્યો છે, તે પણ પોતાની આગવી સ્ટાઈલમાં.

કંગનાએ બેફામ કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સનો બહિષ્કાર થવો જોઈએ. હાલમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મનોજ બાજપેયીએ આ તરફ એક અલગ અભિગમ અપનાવ્યો. તેણે કહ્યું, ‘તે ખૂબ અપ્રતિકૂળ છે. કોઈપણ વસ્તુને ઓબ્ઝર્વ કરવું એ ખોટું છે. મને ખબર નથી કે આ બધા પાછળ એ લોકોનો શું સ્વાર્થ છે. સાચું કહું તો હું ઈન્ડસ્ટ્રીનો બચાવ નથી કરી રહ્યો. પણ અહીં ખરાબ લોકો છે, તો સારા લોકો પણ છે.

મનોજ બાજપેયીએ વાત આગળ વધારતાં કહ્યું કે-અહીં તમામ પ્રકારના લોકો છે. મને અહીં ખરાબ લોકો પણ મળે છે. પરંતુ હું તેમનાથી ડર્યા વિના તેમની સાથે વ્યવહાર કરું છું. હું તેમની સાથે લડતો રહ્યો છું અને આગળ પણ લડીશ. પરંતુ જેમ તમે કહો છો કે અહીં ડ્રગ્સનો વેપાર છે, તેથી લોકો જ્યારે પણ મને જોતા હોય છે, ત્યારે તેઓ અનુભવતા હશે કે ડ્રગ્સની દુકાન આવી રહી છે. તેમને એવું લાગતું હશે કે કાંચા શેઠ મનોજ બાજપેયી છે.

મનોજ કહે છે, કે જ્યારે આ પ્રકારની વાત થાય ત્યારે મને લાગે છે કે એમાં કોઈનો સ્વાર્થ છે. એમાં ખુબ કારણો છુપાયેલા છે. જેના કારણે જ લોકો આવા રાલ આલાપે છે. ફિલ્મ ‘શૂલ’ માં મારો એક ડાયલોગ હતો કે શું તમે અંધરા છો કે તમને કંઈ દેખાતું નથી. અને હું આજે બધાને એ જ વાત કહેવા માંગુ છું કે જે બતાવવામાં આવી રહ્યું છે તે ફક્ત એટલું જ નથી. આ કોઈ પ્લાન સાથે કરવામાં આવી રહ્યું છે. તમારે આ પ્લાન શું છે એ શોધવો પડશે.

ઉલ્લેખનીય છે કે મનોજ બાજપેયી એવા લોકોમાંથી એક છે જેમણે સુશાંતના મૃત્યુ પછી સૌ પ્રથમ એવું કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા ન કરી શકે. તેની પાછળ ચોક્કસ કોઈ કાવતરું છે. મનોજ બાજપેયીએ ત્યારે કહ્યું હતું કે, જો તે આત્મહત્યા છે, તો પણ આ મામલાની તપાસ થવી જોઇએ કે સુશાંતને આવું કરવા કેમ મજબુર થવું પડ્યું.

આ વીડિયો પણ જુઓ: બોલીવુડનું કથિત ડ્રગ્સ નેક્સસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન