Photo gallery manoj bajpayee unknown facts and personal life
  • Home
  • Featured
  • Photos: ખુબજ અલગ છે મનોજ વાજપેયીની પ્રેમ કહાની, 7 વર્ષ સુધી એકબીજાને અજમાવ્યા હતા

Photos: ખુબજ અલગ છે મનોજ વાજપેયીની પ્રેમ કહાની, 7 વર્ષ સુધી એકબીજાને અજમાવ્યા હતા

 | 11:20 am IST

બોલીવુડના સ્ટાર મનોજ વાજપેયીનું નામ જ્યારે જ્યારે આવે છે આપણી સામે તેમણે કરેલા અલગ અલગ રોલ આવવા લાગે છે. ગેંગ્સ ઓફ વાસેપુરમાં સરદાર સિંહના પાત્રને જીવંત કરનાર આ એક્ટર પોતાની એક્ટીંગથી સૌને મંત્રમુગ્ધ કરી દે છે. દબંગનો રોલ હોય કે પછી શૂલનો મજબુર અને મજબુત બાપ, એક જનુની પોલીસ ઓફીસર ઈમાનદાર પોલીસ ઓફીસર, સત્યાનો ભીખુ માત્રે આ તમામ પાત્રોને ખુબજ સંવેદનશીલતા પુર્વક નિભાવ્યા હતા.

ખુબજ સંઘર્ષ કર્યા બાદ મનોજને આ રોલ મળ્યા છે. 50 વર્ષનો થઈ ચુકેલો આ દિગ્ગજ કલાકાર આજે પણ પોતાની અભિનયની આભાઓથી સૌને આંજી નાખે છે.

મનોજ વાજપેયીએ પોતાના સ્ટ્રગલિંગ સમયમાં એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જે લાંબો સમય ચાલ્યા ન હતા. આની પાછળનું કારણ તેનો સંઘર્ષનો સમય માનવામાં આવે છે.

મનોજે 2006માં બોલીવુડમાં અભિનેત્રી નેહા સાથે લગ્ન કર્યા હતા નેહાનું અસલી નામ શબાના રાજ છે. નેહાએ ફિલ્મ કરીબથી બોલીવુડમાં 1998માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે અભિનેતા બોબી દેઓલ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

ફિલ્મ નિર્દેશક વિધૂ વિનોદ ચોપડાએ તેનું નામ બદલ્યુ હતુ. મનોજ અને નેહાએ 1998માં ડેટિંગ શરૂ કરી હતી. 7 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી વર્ષ 2006માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેએ એક બીજાને સમય આપવા માટે નિર્ણય કર્યો હતો કે નેહા હવે ફિલ્મોમાં કામ નહી કરે અને પુરતો સમય પરિવારને ફાળવશે.

એક ઈંટરવ્યુમાં નેહાએ કહ્યુ કે મારી પાસે ફિલ્મોની ઓફર આવવી ઓછી થઈ ગઈ તો હું એક પત્ની બનીને ખુશ છુ. મનોજ અને નેહાને એક પુત્રી છે જેનુ નામ અવા નાયલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન