Manoj Tiwari, who went to protest outside Kejriwal's house, was injured
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેજરીવાલના ઘર બહાર વિરોધ કરવા ગયેલા મનોજ તિવારી ઘાયલ

કેજરીવાલના ઘર બહાર વિરોધ કરવા ગયેલા મનોજ તિવારી ઘાયલ

 | 4:46 pm IST
  • Share

  • છઠ પૂજાને લઈને BJP અને દિલ્હી સરકાર આમને સામને
  • DDMAના આદેશનો વિરોધ કરવા BJP કાર્યકર્તા ઉતર્યા રસ્તા પર

 

દિલ્હીમાં બીજેપી અને આમ આદમી પાર્ટી ફરી એકવાર આમને સામને આવી ગઈ છે. દિલ્હી સરકારે સાર્વજનિક સ્થાનો પર છઠ પૂજા સમારોહ પર રોક લગાવી છે જેનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી રોડ પર ઉતરી હતી. જેમા બીજેપી સાંસદ મનોજ તિવારી, દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા સહિત મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો કેજરીવાલ નિવાસ સ્થાને આગળ વધ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓને રોકવા માટે દરેક જગ્યાએ બેરિકેડ્સ લગાવ્યા હતા, પરંતુ બીજેપી કાર્યકર્તાઓએ તેને તોડી નાખ્યા હતા.

સાંસદ મનોજ તિવારી ઘાયલ

આખરે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો. આ દરમિયાન બીજેપી સાંસદ મનોજ તિવારી ઘાયલ થયા. ત્યાર બાદ તેમને સારવાર માટે સફદર જંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી ડોક્ટર તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તેમની સારવાર ચાલી રહી છે.

શું છે સમગ્ર ઘટના?

હકિકતમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(DDMA)એ ગયા અઠવાડિયે એક આદેશ જારી કર્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને જોતા નદી કિનારે,તળાવો અને મંદિરો સહિત સાર્વજનિક સ્થાનો પર છઠ પૂજા સમારોહ પર રોક લગાવી હતી. બીજેપી કાર્યકર્તાઓએ આ આદેશને લઈને કેજરીવાલ સરકારનો વિરોધ કર્યો અને સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા કરવા દેવાની માગ કરી.

મનોજ તિવારીએ રથ યાત્રાનું આયોજન કર્યું

આ અંગે સોમવારે આદેશ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે તહેવાર ભવ્ય રીતે મનાવવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, પાર્ટી શાસિત નગર નિગમ તેની વ્યવસ્થા કરશે. તો બીજી તરફ દિલ્હી બીજેપી સાંસદ મનોજ તિવારીએ પૂર્વાંચલના રહેવાસીઓ(દિલ્હીમાં રહેતા બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો) ની રાય લેવા માટે રથ યાત્રાનું આયોજન શરૂ કર્યું હતું અને ચેતવણી આપી હતી કે જો છઠ મનાવતા લોકોને રોકવામાં આવશે તો ડીડીએમએના આદેશની અવગણના કરવામાં આવશે.

મનોજ તિવારીની રથયાત્રા અંગે કેજરીવાલે કહ્યું કે, સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા માટેની મનાઈનો નિર્ણય લોકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે અને વિપક્ષ એક સંવેદનશીલ મુદ્દા પર ગંદી રાજનીતિ કરી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો